Adani: અદાણીએ બનાવેલું રૂ. 145 કરોડનું હલકી કક્ષાનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ્યું
અમદાવાદ, 15 જાન્યુઆરી 2025
Adani નૌકાદળને સોંપવામાં આવે તે પહેલાં એલ્બિટ હર્મેસ 900 ડ્રોન 13 જાન્યુઆરી 2025ના રોજ તૂટી પડ્યું હતું. અદાણીનું દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન તુટી પડ્યું હતું. પરિક્ષણ કરવાનો આગ્રહ નૌકાદળે રાખ્યો હતો, પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે તૂટી જતાં અદાણીનો ભાંડો ફૂટી ગયો હતો.
Adani 2024ની શરૂઆતમાં પ્રથમ ‘દ્રષ્ટિ-10’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. બાદ ગુજરાતના પોરબંદરમાં નૌકાદળની કામગીરીમાં બીજા ડ્રોન વિમાન સોંપવાની ચકાસણી થઈ રહી હતી. નૌસેનાના સમુદ્ર અભિયાનોમાં સામેલ થવા માટે આ ડ્રોન હૈદરાબાદથી પોરબંદર સુધી ઉડાન ભરવાનું હતું.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા ઉત્પાદિત આ ડ્રોન, નૌકાદળને સોંપતા પહેલા પરીક્ષણના ભાગ રૂપે ઉડાડવામાં આવી રહ્યું હતું. વિઝન 10 સ્ટારલાઇનર એક મધ્યમ-ઊંચાઈવાળું લાંબા અંતરનું ડ્રોન છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા હૈદરાબાદ સ્થિત પ્લાન્ટમાં બનાવેલ છે, જે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની માલિકીનું જૂથ છે.
ડ્રોન 10 સ્ટારલાઇનર એ ઇઝરાયેલી સંરક્ષણ કંપની એલ્બિટ સિસ્ટમ્સ સાથે સહયોગથી વિકસાવવામાં આવેલું મધ્યમ-ઊંચાઈનું લાંબા અંતરનું ડ્રોન છે. યુએવી સિસ્ટમ્સની હવા યોગ્યતા માટે નાટોનું સ્ટેનગ 4671 પ્રમાણપત્ર ધરાવતું તે એકમાત્ર સર્વ-હવામાન લશ્કરી પ્લેટફોર્મ છે. લાંબા ગાળાની કામગીરી પૂરી પાડે છે.
ભારતીય સેનાએ આવા બે ડ્રોનનો ઓર્ડર આપ્યો હતો. પ્રથમ ડ્રોન પંજાબના ભટિંડા બેઝ પર કામ કરે છે. તે પાકિસ્તાન સાથેની સમગ્ર પશ્ચિમી સરહદ પર નજર રાખે છે.
એડમિરલ આર હરિ કુમારે જાહેર કર્યું હતું કે
“આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે અને ભારતની ISR ટેક્નોલોજી અને મેરીટાઇમ સર્વોપરિતામાં આત્મનિર્ભરતાની દિશામાં એક પરિવર્તનકારી પગલું છે. અદાણી જૂથ માત્ર ઉત્પાદન પૂરતું મર્યાદિત નહીં, સ્થાનિક ક્ષમતાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે છેલ્લા ઘણા વર્ષોથી વ્યવસ્થિત રીતે કામ કરીને માનવરહિત સિસ્ટમો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવી છે. દ્રષ્ટિ 10નું અમારા નૌકાદળની કામગીરીમાં એકીકરણથી અમારી નૌકાદળની ક્ષમતામાં વધારો કરવા, જે હંમેશા વિકસતી દરિયાઈ દેખરેખ અને દેખરેખ માટે અમારી તૈયારીને મજબૂત કરે છે.
ડ્રોનમાં શું ખોટું થયું, જેના કારણે કમાન્ડ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દીધું તેની તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય સેના અને નૌકાદળ બંને સંરક્ષણ દળોએ આ ડ્રોનના બે-બે યુનિટ ખરીદવા માટે ડ્રોન ઉત્પાદકને ઓર્ડર આપ્યા હતા.
તેની ખરીદી જરૂરિયાતો અનુસાર તાત્કાલિક કરવાની હતી. દરિયાઈ સ્તરે સુરક્ષા મજબૂત કરવાની યોજના હતી, પરંતુ હવે આ અકસ્માત પછી, સમાચાર લખાય ત્યાં સુધી આ સોદા વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રકાશમાં આવી નથી. આ ડ્રોન 70% સ્વદેશી છે અને 36 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવતો હોવાનો દાવો કરે છે. 450 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરી શકે છે.
ભારતીય નૌકાદળે પહેલાથી જ દ્રષ્ટિ 10 ને તેના કાફલામાં સામેલ કરી દીધું છે અને આ ડ્રોન સેના અને નૌકાદળ માટે ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને વધારવાના ઉદ્દેશ્યથી ખરીદવામાં આવ્યું હતું. દરેક દ્રષ્ટિ 10 ડ્રોનની કિંમત લગભગ 145 કરોડ રૂપિયા છે.
અકસ્માત બાદ ડ્રોન મળી આવ્યું છે
અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય નૌકાદળ તેની દરિયાઈ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. ચાર મહિના પહેલા, એક MQ-9B સીગાર્ડિયન ડ્રોન પણ બંગાળની ખાડીમાં ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું.
એલ્બિટ હર્મેસ 900 ડ્રોન અદાણીએ પાછું લઈ લીધું છે અને તેનું વિશ્લેષણ કરીને જાણવા મળશે કે શું ખોટું થયું અને ક્યાં ખામી હતી. આ ડ્રોન હજુ સુધી ડિલિવર થયા નથી તેથી નૌકાદળ પર કોઈ નાણાકીય અસર પડશે નહીં.
ભારતીય સેના અને નૌકાદળને 2023માં ઓર્ડર આપ્યો હતો
દેશની સેના અને નૌકાદળે 2023માં કટોકટીની ખરીદી જાહેર કરીને. બે સેટકોમ-સક્ષમ ડ્રોનનો ઓર્ડર આપ્યો હતો.
આ દરેક ડ્રોન લાંબા અંતરના ISR (ગુપ્તચર, દેખરેખ અને જાસૂસી) મિશન માટે રચાયેલું છે. તેની કિંમત લગભગ 145 કરોડ રૂપિયા છે. પહેલું ડ્રોન જાન્યુઆરી 2024માં નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. પછી જૂનમાં સેનાને બીજું ડ્રોન અપાયું હતું.
ક્રેશ થયેલ ડ્રોન ગયા વર્ષે ડિસેમ્બરમાં ડિલિવર કરવામાં આવ્યું હતું અને તેને સ્વીકારવાનું હતું.
નૌકાદળે P81 વિમાન પર દબાણ ઘટાડવા માંગતા હોવાથી, દેખરેખ હેતુ માટે હર્મેસ 900 ખરીદ્યું.
ભારતીય નૌકાદળ પહેલાથી જ યુએસ કંપની જનરલ એટોમિક્સ પાસેથી ભાડે લીધેલા બે સી ગાર્ડિયન ડ્રોન ચલાવી રહ્યું છે. આ ઉપરાંત, ભારતે ઓક્ટોબરમાં 31 પ્રિડેટર ડ્રોન માટે સોદો કર્યો હતો, જેમાંથી 15 ડ્રોન નૌકાદળને આપવામાં આવશે, જે તેની દેખરેખ ક્ષમતામાં વધારો કરશે.
સેનાને 150 નવી એરક્રાફ્ટ સિસ્ટમની જરૂર છે
ઇઝરાયેલી સર્ચર, હેરોન માર્ક-I અને માર્ક-II ડ્રોન આયાત કર્યા છે. સેનાને લગભગ 150 નવી MALE રિમોટલી-પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સની જરૂર છે.
ભારતે ગયા વર્ષે ઓક્ટોબરમાં અમેરિકા સાથે 31 સશસ્ત્ર MQ-9B ‘પ્રિડેટર્સ’ માટે રૂ. 32 હજાર 350 કરોડની જંગી ખરીદીના કરાર કર્યા હતા.
કેવું છે ડ્રોન
ભાર વહન કરવા માટે ત્રણ પોઈન્ટ ધરાવતા આ ડ્રોનને જરૂર પડ્યે સશસ્ત્ર બનાવી શકાય છે. 30 હજાર ફૂટની ઊંચાઈએ ઉપયોગ કરી શકાય છે.
નૌકાદળે અરબી સમુદ્રમાં 10 યુદ્ધ જહાજોના ટાસ્ક ગ્રુપ તૈનાત કર્યા છે. P-8I મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ, સી ગાર્ડિયન રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ, ડોર્નિયર્સ, હેલિકોપ્ટર અને કોસ્ટ ગાર્ડ જહાજો સહિત વિવિધ સંપત્તિઓ આ પ્રદેશમાં સુરક્ષાને મજબૂત બનાવવામાં સક્રિયપણે સામેલ છે.
નૌકાદળે તેની જાસૂસી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે યુએસ પાસેથી 31 MQ-9B ડ્રોન ખરીદવા માટે પણ એક સોદો કર્યો છે.
ભારત કેટલું તૈયાર?
ભારતમાં પ્રથમ ડ્રોન-પ્રદર્શન થયું ત્યારે 75 સ્વદેશી ડ્રોને એકસાથે ઉડાન ભરી હતી.
ભારતીય સેના જાસૂસી માટે ઘણાં વર્ષોથી ડ્રોનનો ઉપયોગ કરતી હતી. ભારતની ડ્રોન સેનામાં સૌથી વધુ ઇઝરાયલ નિર્મિત ડ્રોન છે. ભારતે ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાન પર કરેલી ઍરસ્ટ્રાઇક વધુ પ્રભાવશાળી હોત, જો તેમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોત. ભારતની કંપની ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝે તુર્કીની ડ્રોનનિર્માતા કંપની ઝાઇરોન ડાયનૅમિક્સનો 30 ટકા ભાગ ખરીદ્યો છે.
નવી ડ્રોન નીતિનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં ભારતને ડ્રોન ઉત્પાદનનું હબ બનાવવાનો છે.
ભારત અમેરિકા પાસેથી એમક્યૂ-9 રીપર ડ્રોનના 20 સ્કાય ગાર્ડિયન અને 10 સી ગાર્ડિયન વર્ઝન મેળવી શકે છે. ત્રણ અબજ ડૉલર કિંમત છે. અંદાજે 40 કરોડ ડૉલરના પ્રોજેક્ટમાં ભારત અને ઇઝરાયલ સાથે મળીને ડ્રોન પર લેઝર ગાઇડેડ બૉમ્બ તેમજ હવામાંથી જમીન પર છોડી શકાય તેવી મિસાઇલ્સ તૈયાર કરશે.
ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદિત ઘણાં ડ્રોન પ્લૅટફોર્મ છે જે રિસર્ચ અને ડેવલપમૅન્ટના વિવિધ તબક્કામાં છે. ભાવિ ડ્રોનમાંથી સૌથી ઉત્કૃષ્ટ ‘ઘાતક’ નામક એક બૉમ્બર હશે. ભવિષ્યના ડ્રોન ફોર્સનો આધાર બનવા જઈ રહેલા છે.
ઉદ્યોગ
2022થી પાંચ વર્ષમાં દેશનો ડ્રોન ઉદ્યોગ 50 હજાર કરોડનો થશે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર લોકોને અને 5 વર્ષમાં લગભગ 20 હજાર લોકોને રોજગાર મળવાની આશા છે. સ્મિત શાહ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર છે. હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. સરકારનો અંદાજ છે કે તે 5 વર્ષમાં 15 થી 20 હજાર કરોડનો ઉદ્યોગ બની જશે. ઉદ્યોગ માને છે કે, 2026 સુધીમાં તે 50,000 કરોડ ટર્નઓવર સુધી પહોંચી શકે છે.
ભારતમાં ડ્રોન માર્કેટની સ્થિતિ?
વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો 4.25 ટકા છે. ભારત ઘણી આયાત પણ કરી રહ્યું છે. વર્ષ 2021 સુધીમાં ભારતનું ડ્રોન માર્કેટ 1.21 અબજ ડોલર સુધી હતું. ભારતના ડ્રોન અને કાઉન્ટર ડ્રોન માર્કેટનો વેપાર વર્ષ 2030 સુધીમાં $40 બિલિયન સુધી પહોંચી શકે છે.
અદાણી
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ ભારતીય સશસ્ત્ર દળો અને અન્ય અર્ધલશ્કરી દળોને ટેકો આપવા માટે નાના હથિયારો, માનવરહિત હવાઈ વાહનો, રડાર, સંરક્ષણ ઈલેક્ટ્રોનિક્સ અને એવિઓનિક્સ, વ્યૂહાત્મક સંચાર પ્રણાલી અને ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સિસ્ટમ્સ જેવા સાધનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. ડ્રોનના ઉભરતા ખતરા સાથે, અદાણી ડિફેન્સ સંરક્ષણ અને નાગરિક એપ્લિકેશન બંને માટે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે. અદાણી માટે, જમીન, હવાઈ અને નૌકા સરહદોની સુરક્ષા, ગુપ્ત માહિતી, દેખરેખ અને નિકાસના સંદર્ભમાં ભારતને વૈશ્વિક નકશા પર મૂકવાની મુખ્ય પ્રાથમિકતા છે. એવું કંપની વારંવાર કહી રહી છે. જેને મોટો ફટકો પડ્યો છે.