ભાગ 2
દિલીપ પટેલ
5સપ્ટેમ્બર 2023
(Dudhsagar) દૂધસાગર ડેરી દ્વારા બનાવવામાં આવેલા 620 મેટ્રિક ટન ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કરવામાં આવી હતી. આરોપીઓ છૂટા ફરી રહ્યાં છે. જુલાઈ 2020માં દૂધસાગર ડેરીના તત્કાલીન MD નિશિથ બક્ષીને ભેળસેળ મામલે રૂ. 25 હાજરનો દંડ થયો હતો. દંડ નિયમો વિરૂદ્ધ હોવાથી તેના પર બક્ષી સ્ટે લાવ્યા હતા. હજું 144 નુમનાના ગુનામાં ખટલો ચાલી રહ્યા છે. દોઢ વર્ષે ચાર્જશિટ કરી હતી. ભેળસેળનો ગુનો હોવાથી ખટલો કલેક્ટરે ચલાવવાનો હોવાથી અદાલતે આ કેસ ચલાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ઘીમાં ભેળસેળ પકડાતાં ફરિયાદ નોંધાઇ હતી.
3 વર્ષથી મામલો અદાલત અને કલેક્ટર કચેરી વચ્ચે અટવાઈ ગયો છે. જેમાં ફૂડ કમિશ્નર અને મહેસાણા એસપી સીધા જવાબદાર બને છે.
ભેળસેળ બહાર આવતાં ઘીના વેચાણમાં 40 ટકા ઘટાડો થયો હતો. ડેરીમાં સત્તા પરિવર્તન થયું અને ભાજપના નેતાઓ સત્તા પર આવ્યા ત્યારથી ડેરીનું તંત્ર સુધરવાના બદલે ખરાબ થઈ ગયું છે. પહેલી વખત બનશે કે ડેરીનું વેચાણ ઘટશે. ગ્રાહકો ફરિયાદ કરે છે કે, તમામ ચીજોની ગુવત્તા સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે.
મહેસાણા દૂધ સાગર ડેરીમાં 21, 22 અને 23 જુલાઈ 2020માં ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા દરોડા પાડવામા આવ્યા હતા. ઘી અને વિવિધ ખોરાકના 146 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ઘીના નમૂનાનું પરીક્ષણ ધોરણો પ્રમાણે હતું. બીજા 145 નુમુના નાપાસ થયા હતા. એક નમૂનો પાસ થયો હતો.જે કેસની સુનાવણી મહેસાણા અધિક કલેકટરે કરી હતી. ચુકાદો આપતા ઘીમાં ભેળસેળ મામલે તત્કાલીન MD નિશિથ બક્ષીને કસૂરવાર ઠેરાવી રૂપિયા 25000નો ફંડ ફટકાર્યો હતો.
ડિરેક્ટરો
મહેસાણા જિલ્લામાં આવેલી દૂધ સાગર ડેરીમાં ઘીની ભેળસેળ મામલે ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને તત્કાલીન MD નિશિથ બક્ષી સહિત લેબ ટેક્નિશિયન અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સામેની પોલીસ ફરિયાદ થઈ હતી.ડેરીમાં ઘીની ગુણવત્તા માપવા RM મશીન ઉપયોગ થતો હતો. RM મશીન ઘીમાં થતી કેમિકલયુક્ત ભેળસેળ માપી શકતું નથી. તેથી ડેરીને GC મશીન ખરીદ કરવા સરકારે આદેશ આપ્યો હોવા છતાં ખરીદ કરાયા ન હતા.
પોલીસ દ્વારા નકલી ઘીના બે ટેન્કર પકડવામાં આવ્યા હતા. નકલી ઘીનો નાશ કરવો જોઈએ તેના બદલે પોલીસે ટ્રાન્સપોટરને ઘી આપી દીધું હતું. ઘી વેચી ટ્રાન્સપોટર ડેરીને વળતર ચૂકવવાનો હતો. તેવી બાબત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં દાખલ કરાયા હતા. ફૂડ વિભાગ મહેસાણાના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવા દ્વારા વર્ષ 2020માં તા.21 થી 23 દરમિયાન દૂધસાગર ડેરીમાં કુલ 25 ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ સાથે રેડ કરાઇ હતી. જેમાં અમૂલ અને સાગર બ્રાન્ડની જુદી જુદી બેચના ઘીના 146 નમૂના લઈ ફૂડ લેબ વડોદરા મોકલ્યા હતા. જેમાંથી 145 નમૂનાનું પરિણામ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું હતું.
દૂધસાગર ડેરી સામે કુલ 145 કેસ એડજ્યુડીકેટિંગ ઓફિસર અને રેસિડેન્સિયલ એડિશનલ કલેક્ટરની કોર્ટમાં દાખલ કરાયા હતા. તે પૈકી ફરિયાદી ટી.એચ. પટેલ ફૂડ સેફ્ટી ઓફિસરનો એક કેસ ચાલી જતાં 31 ડિસેમ્બરે ચુકાદો આપ્યો હતો. 144 કેસ હજી ચાલવા પર છે. ફૂડ એન્ડ ડ્રગ્સના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ જાહેર કર્યું હતું કે, ઘીના 145 નમૂનાના લેબ પરીક્ષણમાં આવું તેલ મળી આવ્યું હતું. હજું 144 ટ્રાયલમાં છે. એક ગુનાનો ચૂકાદો આવી શકતો હોય તો 145માં ચૂકાદા કેમ નહીં. ક્રમશ