ઉનાની નાની નગરપાલિકાના ભવન પાસે સરદાર પટેલની પ્રતિમા તોડી પાડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ પ્રતિમા તોડ્યાની આશંકા છે. સીસીટીવીના આધારે પ્રતિમા ખંડિત કરનારા તત્વોને પકડવાની કામગીરી ચાલી રહી છે.
ઉના નગરપાલિકા ભવન પાસે સરદાર પટેલની પ્રતિમા ખંડીત હાલતમાં જોવા મળતા વિવાદ સર્જાયો છે. અજાણ્યા શખ્સો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ખંડીત કરવામાં આવી છે. જો કે, પ્રતિમાની સામે જ નગરપાલિકાના સીસીટીવી કેમેરાઓ લાગેલા છે. તપાસમાં સીસીટીવીના ફૂટજ ચેક કર્યા બાદ આ કારરસ્તાન કરનારાઓની ઓળખ થઈ શકે છે.