વિધાનસભાની ચુટણી જેમ જેમ નજીક આવતા કઢરી થતી જાય છે. એવામાં રેશ્મા પટેલ બાદ વધુ એક ભાજપના નેતા એ ભાજપ સામે બાંયો ચડાવી છે. વિધાનસભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે ભાજપ સામે મોરચો માંડ્યો છે. જેમને કહ્યું છે કે, સમાજ માટે ભાજપમાં જોડાયો હતો. હવે ભાજપ તેમની વાત સાંભળતી નથી.
ચેતન ઠાકોરે હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે સરકાર પર આક્ષેપ કર્યા છે. સરકારે 3 મહિનામાં પગલાં લેવાની ખાતરી આપી હતી. પરતું સરકારે આપેલા કોઈ વચન પુરા નથી કર્યા. ચેતન આ બાળકી માટે ન્યાય યાત્રા યોજાશે
ચેતન ઠાકોર અગાઉ અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલો હતો. જોકે, ભાજપમાં જોડાય બાદ હવે ભાજપ સામે જ બળવો પોકાર્યો છે. આ જ સ્થિતિ રેશ્મા પટેલની પણ છે. રેશ્મા પટેલ પણ હાર્દિકથી અલગ થઈને ભાજપમાં જોડાયા હતા. હવે તેમને ભાજપ સામે બળવો પોકાર્યો છે. આ મહિલા કદાવર નેતા ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કરે છે. પક્ષ તેમની સામે કાર્યવાહી કરે તેવી પણ ચૂપકીદી સાધીને બેઠો છે. રેશ્મા પટેલે તો સૌરાષ્ટ્રમાંથી લોકસભાની ચૂંટણી લડવાનું પણ એલાન કરી દીધું છે. આમ થોડાક જ સમયમાં આ બે નેતાઓ ભાજપ સામે બળવો કરીને હે ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે.