વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે રાજયમાં ફરી એક વખત વરસાદ આવી શકે છે. તાપમાનમાં ઘટાડાને કારણે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે વધુ એકવાર રાજયના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટાના યોગ સાથે વરસાદ થવાની શકયતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વાતાવરણ સામાન્ય રહેશે. જો કે આવતીકાલે રાજસ્થાનમાં સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સર્જાશે. અને તેની અસરને કારણે ઉત્તર ગુજરાત સહિતના કેટલાક ભાગોનું વાતાવરણ પલટાઇ શકે છે. અને સાથે જ માવઠાની પણ શકયતા છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યનાં વાતાવરણમાં એક વાર ફરી પલટો આવશે. એક વાર ફરીથી સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ રહ્યું હોવાંને કારણે રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે.