Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો,
ભાગ -8 બે હજાર વર્ષ જૂનું જૂનાગઢ હેરિટેઝ સિટી કેમ નહીં
ભારતમાં એકમાત્ર હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક દરજ્જો મેળવનાર અમદાવાદ શહેર કરતાં વધુ પુરાણો ઐતિહાસિક વારસો જૂનાગઢ શહેર ધરાવે છે. બે હજાર વર્ષ જૂના પણ હયાત હોય એવા એકમાત્ર શહેર જૂનાગઢને વૈશ્વિક પુરાતન શહેરનો દરજ્જો મળ્યો નથી. કારણ કે, તેનું ડોઝીયર તૈયાર કરનારા નાયર જેવા અધિકારી નથી.
શરતભંગ
Ahemdabad યુનેસ્કો એ અમદાવાદ ના અભ્યાસના આધારે હેરિટેજ સિટીની જાળવણી માટે સ્મારકોને દબાણ મુક્ત કરવા, સ્મારકો અને પોળોમાં આવેલી હેરિટેજ ઇમારતોનું જતન ઉપરાંત ટ્રાફિક -પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવું જેવી શરતો પણ મૂકી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્મારકો અને પોળોમાં આવેલા હેરિટેજ બિલ્ડીંગ્સનું જતન થઈ રહ્યું હોય તેવું લાગતું નથી. કાષ્ઠ પરનું કલાત્મક નકશીકામ ધરાવતા કેટલાક પ્રાચીન મકાન જર્જરિત સ્થિતિમાં આવી ગયા છે.
ટાઈમ મેગેઝીન
14 જુલાઈ 2022માં ટાઈમ મેગેઝિન દ્વારા “2022ના વિશ્વના 50 મહાન સ્થળો”ની યાદીમાં ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદનો સમાવેશ કર્યો હતો. TIME મેગેઝિનની World’s Greatest Places 2022ની યાદીમાં કેરળ પણ હતું. શહેર માત્ર પૌરાણિક સ્થાપત્યો જ નહીં, વર્તમાન શોધો અને ઉપલબ્ધિઓને કારણે પણ ઓળખાય છે. ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે 36 એકર વિસ્તારમાં છે. આ સિવાય નવરાત્રી જે નવ દિવસ ઉજવવામાં આવે છે તે દુનિયાના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાંથી એક છે.ટાઈમ દ્વારા લખવામાં આવ્યું હતું કે, સાયન્સ સિટી, થીમ પાર્ક, એન્ટરટેઈનમેન્ટ સેન્ટર, 20 એકર જમીન પર નેચર પાર્ક, રોબોટ ગેલેરી, એક્વેરિયમ છે.
કેરળ અને અમદાવાદ સિવાય આ યાદીમાં યુએઈ, ઓસ્ટ્રેલિયા, સ્પેઈન, ભૂતાન, ઝામ્બિયા, રવાન્ડા વગેરે જેવા અનેક સ્થળોના લોકપ્રિય અને વિશ્વપ્રસિદ્ધ સ્થળોના નામ ઉમેરવામાં આવ્યા છે. (ક્રમશઃ)