Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, ભાગ -6 ભાગ ગાંધીજીની મિલકત ફૂંકી મારવી હતી
અનીતિ – ખડી સમિતિના પૂર્વ અધ્યક્ષ અમુલ બળવંતરાય ભટ્ટે કહ્યું હતું કે, હેરિટેજ મકાનોના મામલે કોઈ નિતી વિષયક નિર્ણય લેવાની અમને કોઈ સત્તા નથી.
ખોટા ખર્ચા, સાચાની ખબર નથી
Ahemdabad ફેબ્રુઆરી 2024 પ્રમાણે શહેરમાં હેરિટેજમાં આવતી મિલકત અને તેમની પાછળ છેલ્લા 6 વર્ષમાં કેટલો ખર્ચ તેની ચોક્કસ માહિતી હેરિટેજ વિભાગ પાસે નથી. રીલીફ રોડ ખાતે આવેલ કેલિકોડોમના રિસ્ટોરેશન કરવાના કામ રુ. 1 કરોડ 50 લાખનું હતું જે વધીને બીજા તબક્કામાં રિસ્ટોરેશન કરવાના કામ માટે રૂ. 2 કરોડ 50 લાખ થઈ ગયો હતો.
રૂ. 32 કરોડનું ખર્ચ એલિસ પુલના રિનોવેશન માટે 2024માં કરવાનો હતો.
રૂ. 8 કરોડ 80 લાખ ખર્ચે લાલ દરવાજા હેરિટેજ સિટી ટર્મિનસનો દેખાવ કરાયો હતો.
રાજ્ય સરકારનું રૂ. 2 હજાર 98 કરોડનું નાનું બજેટ છે.જ્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદીની સરકાર રૂ. 3500 કરોડનું ખર્ચ કરવાની હતી તે વધારીને રૂ. 4500 કરોડના ખર્ચે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા ખર્ચ કરી રહી છે.
ગાંધીજીની મિલકત
અમેરિકાએ ભારતને 1400 હેરિટેજ વસ્તુ પરત કરી હતી પણ આપણે આપણું સાચવી શકતા નથી. 2021માં મહાત્મા ગાંધીએ સ્થાપેલી અને હેરિટેજની કેટેગરીમાં આવતી મિલકતોને મજૂર મહાજન સંઘ વેચવા તૈયાર હતું. અનસૂયાબેન સારાભાઈ સ્મારક, ટેક્સટાઈલ લેબર યુનિયન, શ્યામપ્રસાદ વસાવડા સ્મારક ટ્રસ્ટની મિલકતો છે. મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાની મિલકત વેચવા કે ભાડે આપવાનો મંત્રી મંડળને કોઈ અધિકાર જ નથી. (ક્રમશઃ)