Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો,
ભાગ 10 યુનેસ્કોમાં ડોઝિયર મૂકવા માટે જે જરૂરી દસ્તાવેજો નાયરે ભેગા કર્યા
Ahemdabad: અમદાવાદ મહાનગર પાલિકાના હેરિટેજ વિભાગના ડેપ્યુટી મેનેજર પી. કે. વાસુદેવન નાયરે અમદાવાદને હેરીટેજ શહેરનું ગૌરવ આપ્યું હતું. યુનેસ્કોમાં ડોઝિયર મૂકવા માટે જે જરૂરી દસ્તાવેજો કોર્પોરેશન પાસેથી મેળવવાના હતા તે લાવી આપવામાં પી. કે. નાયરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રકારે 2011થી 2018 સુધી દસ્તાવેજ મેળવવા ખૂબ જ અઘરા હતા. એએસઆઈ પાસેથી જ યુનેસ્કોમાં પ્રોજેક્ટ જવાનો હતો.
Ahemdabad : નાયર અને પ્રોફેસર વસાવડાના તૈયાર કરેલાં ડોઝિયર અને પ્રેઝન્ટેશન અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવ્યો હતો.તેમણે ઇસ્લામિક મોન્યુમેન્ટ માટે પણ સારું કામ કર્યું હતું. તેમણે 2001ના ભૂકંપ પછી ગોમતીપુરમાં જે મસ્જિદ તૂટી હતી તેના રિસ્ટોરેશનનું કામ પણ કર્યું હતું. અમદાવાદમાં અનેક મોન્યુમેન્ટ હતાં, જે રાજ્ય કે એએસઆઈની યાદીમાં આવતાં ન હતાં. તેનું કામ એએમસીનો હેરિટેજ વિભાગ કરતો.
પોળોના મકાનની લાકડાની કોતરણી કે જેમાં ગુજરાતની સંસ્કૃતિની ઓળખ છે તેને સાચવવાનું કામ નાયર કરતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેરિટેજ વિભાગે પોળના અનેક હવેલી જેવા મકાનોને રિસ્ટોર કરવાનું કામ કર્યું હતું. પોળમાં આવેલા ચબૂતરા જે લાકડાના, પથ્થર કે મેટલના હોય તેમને રિસ્ટોર કર્યા હતા. જૂની વાવનું રિસ્ટોર કરી હતી.
ભદ્ર પ્લાઝાને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદની બેદરકાર પ્રજા તેનો સારી રીતે ઉપયોગ કરી રહી નથી.
અમદાવાદ શહેરની સ્થાપના સુલતાન અહમદ શાહ દ્વારા 1411માં સાબરમતી નદીના પૂર્વ કિનારે કરવામાં આવી હતી. જૂના શહેરને પુરાતત્વીય એકમ માનવામાં આવે છે. ઘણી સદીઓથી ટકી રહી છે. પૂર્વ-સલ્તનત અને સલ્તનત સમયગાળાના અવશેષો પર આધારિત તેનું શહેરી પુરાતત્વ તેના ઐતિહાસિક મહત્વને વધુ મજબૂત બનાવે છે. (ક્રમશઃ)