Ahemdabad: તૂટતું અમદાવાદ, ભાંગતો વારસો, Part – 1 રાજકિય વાદ વિવાદ
અમદાવાદ
Ahemdabad અમદાવાદ શહેર 613 વર્ષનું થયું છે. શહેરની પાટળ શહેરની રચનાથી પ્રેરાઈને બનાવ્યું હતું. 12 દરવાજા હતા. જુલાઈ 2017માં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ઇમારતોને જાળવવા માટે કોઈ ખાસ કામ થયા નથી. 7 વર્ષ પછી પણ મૂલ્યવાન વારસાને જાળવતી ઈમારતોને જાળવવા માટે ભાજપની અમદાવાદ સરકારે કંઈ કર્યું નથી. ઉલટાનું ઐતિહાસિક મકાનો તોડી પાડી કરોડોનો ધંધો કરવા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
Ahemdabad એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જમાલપુરમાં રૂ. 200 કરોડની જમીન શાળા તોડીને ગેરકાયદેસર કબાડી માર્કેટ બનાવી દેવાયું હોવાનો આરોપ મૂકતાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાડીયામાં તથા કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ મકાનો ભાજપના સ્થાનિક નેતાઓની રહેમનજર હેઠળ તોડી 4થી 5 માળના ફ્લેટ બનાવી દેવાયા હોવાની વિગતો જાહેર કરી હતી.
ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે અમદાવાદ હેરિટેજ સિટીનો દરજ્જો ગુમાવી બેસશે
એવો ભય ખાડિયામાં તોડી પડાયેલા ઐતિહાસિક મકાનો પરથી ઉભો થયો છે.
અમદાવાદના ખાડીયા તેમજ કોટ વિસ્તાર તેમજ મધ્ય ઝોનમાં 2800 હેરિટેજ મિલકત છે. હેરિટેજ યોદ્ધાઓ વારસાનું રક્ષણ કરી રહ્યા છે, જેઓ વારસાનું પાલન કરી રહ્યા છે તેમની વેદના ઘણી છે. સરકારે આ મકાનો ખરીદી લેવા જોઈએ. નહીંતર પુરાણું અમદાવાદ તૂટીને સિમેન્ટનું બની જશે. હવે બીજે મકાનો ખરીદી શકતા નથી એવી વસ્તી જ રહી છે. જેઓ આર્થિક રીતે સમૃદ્ધ થયા તેઓ જુનું શહેર છોડીને જતા રહ્યા છે.
અમદાવાદને વર્ષ 2017માં દેશના પહેલા વૈશ્વિક હેરિટેજ સિટીનો દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો હતો.
હવે ખાડીયા વોર્ડ તેમજ કોટ વિસ્તારમાં આવેલી હેરિટેજ ઇમારતો, મકાનો તોડી પાડીને સ્થાનિક રાજકીય આગેવાનો ફલેટ બનાવી રહ્યા છે. ઐતિહાસિક વારસો આપણે આવનારા સમયમાં જાળવી શકીશું. (ક્રમશઃ)