Ahmedabad Airport: અમદાવાદ હવાઈ મથકેથી રોજ 270 વિમાનોની આવ-જાવ
Ahmedabad Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સાતમા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દર 3.33 મિનિટે એક વિમાન ઉતરે કે ચઢે છે. ગયા વર્ષની સરખામણીમાં વિમાનોની અવરજવરમાં 8 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2024માં અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ 270 ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 230 ફ્લાઈટ ઉડી કે ઉતરી હતી.
Ahmedabad Airport: વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બરમાં 60 લાખ મુસાફરો હતા. જેમાંથી 50 લાખ મુસાફરોએ ભારતની અંદર ઘરેલુ મુસાફરી કરી હતી. જ્યારે 10 લાખ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હતી.
દિલ્હી-મુંબઈ અને દુબઈ જનારા યાત્રિકોની સંખ્યા સૌથી વધુ છે.
2024માં પહેલા છ મહિનામાં દર 5.33 મિનિટે એક ફ્લાઈટ ઓપરેટ થઈ હતી. 2024માં અમદાવાદ એરપોર્ટ પરથી એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 48 હજાર ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી હતી.
અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા પછી અને તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યા પછી, અમદાવાદ એરપોર્ટ પશ્ચિમ ભારતમાં ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ આવવા લાગી છે.
દિલ્હીમાં 1100 વિમાન દર 1.5 મિનિટે એક આવે છે.
માર્ચ 2024 પ્રમાણે
2019-20માં 1 કરોડ 15 લાખ 63 હજાર 887 મુસાફરો સાથે 87,634 વિમાન આવ્યા અને ગયા હતા.
25મી માર્ચે 2023-24માં ગયા વર્ષની સરખામણીએ 14%ની વૃદ્ધિ સાથે 1 કરોડ 15 લાખ 87 હજાર 899 મુસાફરો આવ્યા હતા.
2022-23ની સરખામણીએ 7%ની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું.