- 50 ટકા ફરિયાદોમાં કામ કર્યા વગર કામ થઈ ગયું હોવાનું જણાવી દેવાય છે
- શહેર મોટું થાય છે, પણ સેવા નિષ્ફળ થતી જાય છે
દિલીપ પટેલ
અમદાવાદ, 20 ઓગસ્ટ,2024
Ahmedabad: 3 મહિનામાં પ્રાથમિક અસુવિધા માટે 1 લાખ 50 હજાર ઓનલાઈન ફરિયાદ, વગર કામગીરીએ 50 %નો નિકાલ કરી દેવાય છે.
Ahmedabad : મોટા ભાગે તો કામ જ નથી થતું. ઓનલાઈન CCRS તેમજ ફરિયાદ કરી શકાય છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મતવિસ્તાર ઘાટલોડિયાના બોડકદેવ વોર્ડમાં અત્યંત ખરાબ હાલત છે. અહીં પીવાના પાણીની પાઈપલાઈન લીક થવાની ફરિયાદ એક અઠવાડિયે નિકાલ થતી નથી.
અમદાવાદમાં રોજ 1811 ફરિયાદ ગટરને લગતા પ્રશ્નોને લઈ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનને કરે છે. મે, જૂ, જુલાઈના 3 મહિનામાં ગટર, ડ્રેનેજ તેમજ પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેની 96 હજાર 889 ફરિયાદ હતી.
આ ફરિયાદો પૈકી પાણી અને ગટરની લાઈન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની 24 હજાર 360 ફરિયાદો હતી.
ગટર, મેનહોલની સફાઈ પણ કરાવવામાં આવે છે. આમ છતાં ગટરને લગતી ફરિયાદ ઘટવાના બદલે સતત વધતી જાય છે.
મે થી જુલાઈ સુધીના ત્રણ મહિનાના સમયમાં 7 ઝોનમાંથી કુલ 1 લાખ 66 હજાર 679 ફરિયાદ મ્યુનિસિપલ તંત્રને મળી હતી. આ ફરિયાદો પૈકી સૌથી વધુ ફરિયાદ ગટર ઉભરાવી, ગટરના પાણી બેક મારવા, પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેની રોજની 264 ફરિયાદ હતી.
મધ્યઝોનમાં ત્રણ મહિનામાં ડ્રેનેજ, એન્જિનિયરિંગની 25 હજાર 525 તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજની 831 ફરિયાદ તંત્રને મળી હતી.ઉત્તરઝોનમાં ડ્રેનેજ, એન્જિનિયરીંગની 21 હજાર 7 ફરિયાદ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની 1192 ફરિયાદ મળી હતી.
48 વોર્ડમાં મસ્ટર સ્ટેશન તથા સી.સી.આર.એસ. દ્વારા પાણી,ગટર,રસ્તા સહિતની ફરિયાદોનો નિકાલ કરવાની જવાબદારી વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર, આસિસ્ટન્ટ સિટી ઈજનેર, ડેપ્યુટી સિટી ઈજનેર સહિતના ઇજનેર વિભાગના સ્ટાફની હોય છે.
લોકો પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ કરે છે.આ પૈકી મોટાભાગની ફરિયાદ ઉકેલાયા વગર બંધ કરી દેવાતી હોવાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુઆત કરાઈ હતી. ફરિયાદોનું 20 ટકા રેન્ડમ ચેકીંગ વોર્ડકક્ષાએ ફરજ બજાવતા સ્ટાફ દ્વારા કરાશે.
2325 ચોકિમીનું શહેર
અમદાવાદ મહાનગરપાલિકાનું શહેર 450 ચોરસ કિલોમીટર એટલે કે 45 હજાર હેક્ટરમાં ફેલાયેલું છે. શહેરની આસપાસનો બીજું શહેરી સત્તા મંડળનું 1875 ચોરસ કિલોમીટરનું શહેર વિકસી રહ્યું છે. આમ થોડા વર્ષોમાં અમદાવાદ શહેર 2325 ચોરસ કિલોમીટરનું થઈ જવાનું છે. જેમાં 1 કરોડ લોકો રહેતાં હશે. આમ શહેરમાં સ્થળાંતર કરીને લોકો આવી રહ્યાં છે પણ તેની સામે સુવિધાઓ પૂરી પાડવામાં ભાજપ નિષ્પળ રહેતું હોવાથી પ્રજાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. વર્ષે 6 લાખ ફરિયાદો લોકોએ નોંધાવી છે.
વોર્ડ સભા
સ્થાનિક નાગરિકોની ફરિયાદોનો લોકાભિમુખ અભિગમથી નિકાલ થાય તે માટે સમગ્ર શહેરનાં તમામ વોર્ડમાં ફરિયાદ નિવારણ વોર્ડ સભા ભરવાની જાહેરાત ઓગસ્ટ 2023માં કરી હતી. પણ વોર્ડ સભા સફળ નથી. કારણ કે ફરિયાદો ઘટવાના બદલે વધી છે. ઉકેલાતી નથી. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રોપર્ટી ટેક્સ, ગુમાસ્તાધારો અને વ્યવસાય વેરા સર્ટીફિકેટ વેગેર, ઇજનેર વિભાગ પાણી તથા ગટર રોડાના કામો, એસ્ટેટ વિભાગ – ગેરકાયદેસર અનઅધિકૃત બાંધકામ કે દબાણ , આરોગ્ય વિભાગ – જન્મ-મરણ સર્ટિફિકેટ pmjay(માં કાર્ડ) યુસીડી વિભાગ-પીએમ સ્વ નિધિ યોજના, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડોર ટુ ડોર યોજના, ડસ્ટબિનની ફરિયાદ મોટા પ્રમાણમાં આવતી હતી. જે હવે બંધ થઈ છે.
બગીચાની ફરિયાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નાના મોટા 290 બગીચાની નાગરિકો ઓનલાઈન કરી શકે છે. કયુ.આર.કોડ સ્કેન કરીને ફરિયાદ લેવાનું શરૂ કર્યું હતું, પણ તે આગળ વધી નથી. ઉપરાંત 155303 અથવા 8160829695 નંબર ઉપર કયુ.આર.કોડ સ્કેન કરી જરૂરી વિગત સાથેનુ ફોર્મ ભરવાનુ રહેશે. જે સીધી પાર્ક અને બગીચા વિભાગ પાસે જાય છે. પણ તે નિષ્ફળ છે.
વોટ્સએપ નિષ્ફળ
વોટ્સએપ સંદેશાથી ફરિયાદ લેવાનું બે વર્ષ પહેલાં નક્કી કરાયું હતું. જેમાં 7567855303 વોટ્સએપમાં માર્ગ, પાણી, ગટર, કચરો, આરોગ્ય, દીવાબત્તી અને રખડતાં ઢોર વગેરેની ફરિયાદ નોંધાવાની થતી હતી. સ્માર્ટ સિટીનો આ પ્રોજેક્ટ હતો જે સફળ નથી. ફેસબુકનાથી લોકોને જાણકારી આપવામાં આવી હતી.
માર્ગ ફરિયાદ
માર્ગ ખરાબ હોય તો 155303 ફોન નંબર પર ફરિયાદ કરી શકાય છે. વેબસાઇટ પર તમામ માર્ગ વિશેની માહિતી છે. માર્ગનું કામ ક્યારે થયેલું છે અને માર્ગની ડિફેક્ટ લાયેબિલિટી પૂર્ણ થઇ નથી તે અંગેની માહિતી છે. 5 વર્ષમાં બનેલા રોડને ક્ષતિ ન થતી હોવાનું વારંવાર કહેવામાં આવે છે. પણ તૂટી જાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ પર ફરિયાદો થઈ શકે છે.
ચોમાસાને લગતી ફરિયાદો નોંધાવાના નંબરો
મધ્ય પ્રદેશ 9726415846
પૂર્વ પ્રદેશ 9099063856
પશ્ચિમ પ્રદેશ 6359980916
ઉત્તર પશ્ચિમ પ્રદેશ 9726416112
દક્ષિણ પશ્ચિમ પ્રદેશ 6359980913
ઉત્તર પ્રદેશ 9726415552
દક્ષિણ પ્રદેશ 9099063239
મુખ્ય નિયંત્રણ કક્ષ 997835530
પાણી નિકાલની સિસ્ટમ
મુખ્ય કંટ્રોલરૂમથી 7 ઝોનના 24 કટ્રોલ રૂમો અને અન્ડરપાસોને વાયરલેસ અને ઈન્ટરનેટથી ડિઝીટલી કનેકટ કરવામાં આવ્યા છે. વરસાદ માપવાના કુલ 27 અદ્યતન ઓટોમેટીક રેઈન ગેજ છે.
21 અન્ડરપાસોમાં મોટી ક્ષમતાના પમ્પો છે. નિષ્ણાંત સ્ટાફને વોકી ટોકી સાથે ફરી છે.
વરસાદી પાણીનો નિકાલ થઈ રહે તે માટે કુલ 63 હજાર 735 કેચપીટો છે. સાબરમતી નદીમાં વરસાદી પાણીનાં નિકાલ અંગે પશ્ચિમ છેડે 23 અને પૂર્વના છેડે 18 પાણી નિકાસની પાઈપ લાઈન છે.
200 તળાવો અને ખારીકટ નહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે 67 સ્થળે 113 પમ્પો છે. 35 સ્ટ્રોર્મ વોટર પમ્પીંગ સ્ટેશન તથા 87 પમ્પો છે.
2400 કેમેરાથી મોનીટરીંગ
અમદાવાદ શહેરના 255 સ્થળે 1136 સ્માર્ટ સિટી કેમેરા છે. જે (ANPR+RLVD) + (BRTS Lane કેમેરા (ANPR) કેમેરાઓ, 130 કેમેરા ચાર રસ્તા જંકશન પર છે. PTZ કેમેરા, અંડર પાસના 18 સ્થળે 36 કેમેરાઓ એમ કુલ થઈ 403 સ્થળોના કુલ 2385 સી.સી.ટી.વી. કેમેરા દ્વારા કવરેજ થાય છે.
છતાં પણ તેને લોકોની ફરિયાદો મોટા પ્રમાણમાં આવે છે.
9 ટ્રિમિંગ વાન છે. 20 ખરીદવાની છે. 60 ટ્રેક્ટર છે. આટલી મોટી મોનીટરીંગ સુવિધા હોવા છતાં લોકોએ ફરિયાદો કરવી પડે છે.
અવ્યવસ્થા માટે કોણ જવાબદાર
શાહીબાગના ભાજપ કોર્પોરેટર અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન.
બોડકદેવ વોર્ડના ભાજપ કોર્પોરેટર ખડી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણી.
પાલિકા ભાજપના નેતા અને કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિ.
ઘાટલોડિયાના ભાજપ કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર જતીન પટેલ.