ઉત્તર ભારતમાં પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને છેક ગુજરાત સુધી ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતની જો વાત કરીએ તો નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.
ઉલ્લેખનીય છે કે, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ડીસામાં 9 ડિગ્રી. જ્યારે ભુજ, અમરેલી અને ઈડરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આપને જણાવી દઇએ કે, ઠંડીનું પ્રમાણ વધવાના કારણે ગુજરાતવાસીઓ ઠુંઠવાઈ ગયા છે. તો વહેલી સવારે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહી શકે છે. તો બીજી તરફ હિમાલયમાં પણ હિમવર્ષાનું જોર વધી રહ્યું છે. જેથી ઠંડીનો ચમકારો હજુ કેટલાક દિવસ સુધી રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુપણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી શક્યતા છે. જેના પગલે હજીપણ આગામી દિવસોમાં કચ્છ લોકોને કડકડતી ઠંડી સામનો કરવો પડશે. બીજું બાજુ કચ્છના લોકો પણ વહેલી સવારે અને મોડી સાંજ પછી લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.