પ્રતિકલાક 175 કિલોમીટરની ઝડપે ફેની વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેની દહેશતના પગલે અમદાવાદ રેલવે વિભાગે પુરીથી અમદાવાદ અને અમદાવાદથી પુરી જતી ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે ફેની વાવાઝોડું ઓરિસ્સામાં ત્રાટકે તેવી આગાહી કરી છે. જેના પગલે રેલવે વિભાગે 1લી મેએ ઓરિસ્સાની ટ્રેન રદ કરી હતી. જો કે આજે પણ પુરીથી આવતી ટ્રેન રદ કરી છે. મુસાફરોની સુરક્ષાને લઈ રેલવે વિભાગ દ્વારા આ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે.
