અમદાવાદમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરમાં વેક્સિનેશન ડોમ પણ તૂટી પડ્યા.જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મહાપાલિકા અને ખાનગી હોસ્પિટલે સાથે મળીને ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યુહતુ. ત્યાં આવેલા ડોમ પણ ગઈકાલે આવેલા ભારે પવનના કારણે વેરવિખેર થયા હતા. અમદાવાદમાં ગતરાતે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરમા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે.વૃક્ષો ધરાશાયી થવાના કારણે ક્યાંક રાહદારીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.શહેરના ઈસ્કોન બ્રીજ પાસે વૃક્ષ ધરાશાયી થયુ હતુ..શહેરમાં અન્ય સ્થળે પર વૃક્ષો ધરાશાયી થયા છે.જોકે વૃક્ષો પડવાને લઈને ફાયર વિભાગને એક પણ કોલ મળ્યો નથી.એટલુ જ નહી કોઈ જાનહાનિ કે નુકસાની થઈ હોય તેવો કોલ પણ ફાયર વિભાગને મળ્યો નથી.
