શહેરના પાલડી વિસ્તારમાં એક બિઝનેસમેનના એકના એક પુત્રએ નવમા માળેથી કુદીને આત્મહત્યા કરી લેતા હંગામો મચવા પામ્યોછે. યુવકની આત્મહત્યાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
પરિમલ અંડરપાસ નજીક રહેતા પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમાં ફ્લોર પર રહેતા શૈલેષભાઈનો 20 વર્ષના પુત્ર શાહીલે થોડા સમય પહેલા જ બીબીએ પુરા કર્યા હતા. તે તેના પિતાની રિયલ એસ્ટેટ કંપની સ્પેશ અનલિમિટેડમાં સીઈઓ તરીકે જોડાયો હતો.
શાહુલે આજે સવારે તેના પિતા સાથે નાસ્તો કર્યો અને ત્યારબાદ અચાનક નવમાં માળેથી છલાંગ લગાવી દીધી. આ દરમિયાન ફ્લેટના પાર્કિગમાં કાર વોશ કરતા બે લોકોએ તેના પડવાનો અવાજ સાંભળ્યો અને તેઓ દોડી આવ્યા. તેમણએ શાહીલના પરિવારને જાણ કરી.
હાલ તેના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે.