અમદાવાદમાં કેટલાક જાણીતા ખાદ્ય એકમોમાં તપાસ દરમિયાન ખાવા લાયક ફૂડ નહિ આપતું હોવાનું સામે આવ્યું છે અને તપાસમાં ફેઈલ થયા છે અને અહીં નાસ્તો કરવા આવતા લોકોના સ્વાસ્થ સાથે ચેડાં થતા હોવાનો મામલો સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા છે.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફાસ્ટફૂડના એકમો સામે AMCના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
ન્યૂ રાયપુર ભજીયા હાઉસ, કર્ણાવતી દાબેલી સહિત 13 જાણીતા એકમો સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં ફૂડ વિભાગે જુદા-જુદા વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના વેચાણ કરતા એકમો પર ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન અખાદ્ય જથ્થો લોકોને પધરાવી રોકડી કરી લેનારા ફફડી ઉઠ્યા હતા.
જે એકમો સીલ કરવામાં આવ્યા છે તેમાં સારંગપુર દરવાજા પાસે આવેલ ન્યુ રાયપુર ભજીયા હાઉસ, હાટકેશ્વર સર્કલ પાસે રાજેશ દાળવડા, નાગર દાળવડા, લૉ ગાર્ડન પાસે ઈટાલીયોઝ પીઝા, નવરંગપુરામાં જયભવાની છોલેભટુરે, બાપુનગરમાં આશાપુરા ભોજનાલય, સરસપુરમાં અંબિકા ભાજીપાઉ, નારોલ સર્કલ ઓફિસ પાછળ અર્બુદા ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, નારોલ કોર્ટ પાસે આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, ચાંદલોડિયામાં ક્રિષ્ના ફૂડ સેન્ટર, એસજી હાઈવે પર આશાપુરા ભોજનાલય, બાલાજી ચાઈનીઝ ફૂડ અને સરખેજ ગામમાં કર્ણાવતી દાબેલીનો સમાવેશ થાય છે.
આમ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા સંબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
