ગયા વર્ષે કોરોનાના કેસો વધતા દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવ્યા નહતા . આ વર્ષે કોરોના પરિસ્થિતિ કાબુમાં આવતા દિવાળીના તહેવારોની રજામાં પ્રવાસના સ્થળો પર લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ અને ઝૂમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા. પાંચ દિવસમાં 3.26 લાખ લોકોએ કાંકરિય ઝૂઅને લેકની મુલાકાત લીધી છે.
દિવાળીની રજાઓમાં કાંકરિયા ઝુ અને લેકફ્રન્ટમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. સામાન્ય દિવસોમાં સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ, કિડ્સ સીટી, બાલવાટિકા બંધ હોય છે. પરંતુ દિવાળી વેકેશન હોવાથી આજે 8 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સોમવારે પણ કાંકરિયા લેકફ્રન્ટ ચાલુ રહેશે. ગત વર્ષે કોરોનાના કારણે લોકો ઓછા આવતા હતા પરંતુ આ વર્ષે કેસો ઘટતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી છે જેનાથી સારી આવક પણ થઈ છે.સોમવારે બાલવાટિકા પણ ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદમાં પ્રખ્યાત ફરવાની જગ્યા એટલે કે કાંકરિયા તળાવ અને ઝુમાં દિવાળી હોય કે ઉનાળાનું વેકેશનમાં લોકોનીભારે ભીડ ઉમટી પડે છે. કોરોનાના કારણે જે લોક આનંદ માણી શક્યા ન હતા. તેની આ વર્ષે લોકોએ પોતાના પરિવાર સાથે આનંદ માણી રહ્યા છે. જેમાં બાલવાટિકા પ્રાણીસંગ્રહાલય, બટરફલાય પાર્ક- બધી આકર્ષણોની મજા માણી હતી. 3 નવેમ્બરથી 8નવેમ્બર સુધીમાં કાંકરિયા ઝુ કોમ્પ્લેક્સમાં 2.21 લાખ લોકોએ મુલાકાત લીધી હતી જેનાથી રૂ. 45.06 લાખની આવક થઈ હતી. જેમાં નોક્ટર્નલ ઝૂની સૌથી વધુ 90 હજાર 700 લોકોએ મુલાકાત લીધી હતી. જેનાથી રૂ. 45.21 લાખની આવક થઈ હતી. જ્યારે કાંકરિયા લેકફ્રન્ટ અને કિડ્સ સિટીમાં પાંચ દિવસમાં 3.04 લાખ મુલાકાતીઓ આવ્યા હતા. જેનાથી 20.65 લાખ રૂપિયાની આવક થઈ કૂલ 65 લાખ AMCની આવક થઈ છે.
દિવાળીના તહેવારો દરમિયાન સૌથી વધુ 90 હજાર લોકોએ નોક્ટરનલ ઝૂની મુલાકાત લીધી છે. જેમાં AMCને 41લાખ રૂપિયાની આવક થઈ હતી.આ ઝૂમાં નિશાચર પ્રાણીઓ જેમ કે શિયાળ, ચિત્તો અને ઝરખને શિફ્ટ કરાયા હતા.આ પ્રોજેક્ટ પર આશરે 19.5 કરોડ રુપિયા ખર્ચો થયો હતો છે.નોક્ટરનલ ઝુમાં સાઉન્ડપ્રુફ ગ્લાસ છે જેના કારણે પ્રાણીઓને બહારના આવી શકે પરંતુ માઈક્રોફોનને કારણે મુલાકાતીઓ પ્રાણીઓનો અવાજ સાંભળી શકાશે નોક્ટરનલ હાઉસમાં બે ખાસ ટનલ બનાવવામાં આવી છે, જેમાં જીઓ-થર્મલ ટેમ્પરેચર કંટ્રોલ સિસ્ટમ મુકવામાં આવી છે, જેનાથી પ્રાણીઓને વેન્ટિલેશન મળી રહેશે અને તેમને મિનિમમ તાપમાન જાળવવામાં મદદ મળશે. નાઈટ ઈફેક્ટ આપવા માટે બ્લુ લાઈટ, મોર્નિંગ ઈફેક્ટ આપવા માટે રેડ લાઈટ આપવામાં આવી છે. નોક્ટરનલ ઝુ જોવા આવેલા લોકોને 15 મિનિટ ડોક્યુમેન્ટ્રી દેખાવામાં આવે છે અને તેમાં નોક્ટરનલ પ્રાણીઓની માહિતી આપવામાં આવે છે.
શહેરના થિયેટરોમાં ભારે ભીડ જોવા મળી હતી. હાલમાં થિયેટરોમાં અક્ષય કુમારની સૂર્યવંશી ફિલ્મ રીલિઝ થતાં લોકો ફિલ્મ જોવા માટે થિયેટર સુધી પહોંચ્યાં છે. કોરોનાની બીજી લહેર બાદ બંધ પડેલા થિયેટરો બે વખત ખોલવામાં આવ્યાં પરંતુ દર્શકો ન મળતાં થિયેટરોખાલીખમ શો જોવા મળ્યા હતાં. નવી મુવીઝ રીલિઝ નહીં થતાં લોકો થિયેટરોમાં મુવીઝ જોવા નું ટાળ્યું . પરંતુ બીગ બજેટની નવી ફિલ્મો રીલિઝ થતાં હવે થિયેટરોમાં પણ લોકોની ભીડો જોવા મળી છે