અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, અહીં સ્થાનિક પોલીસ દારૂના અડ્ડા બંધ કરાવવામાં નિષ્ફળ નીવડી હોવાનું લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.
રાજ્યમાં બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકારે રાજ્યમાં ચાલતા દેશીદારૂના અડ્ડાઓ બંધ કરાવવા આદેશ આપ્યો હતો પણ વાસ્તવિકતા કઈક જુદી છે અને અમદાવાદની વાત કરવામાં આવેતો કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની વાતો ચર્ચાના પરિઘ માં રહેવા પામી છે.
સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે ઉપરી અધિકારીઓ દ્વારા જો,તપાસ કરવામાં આવે તો વાસ્તવિક્તા બહાર આવવાની શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સત્યડે દ્વારા આ વિસ્તાર ચાલતા દારૂના અડ્ડા અંગે અગાઉ પણ અહેવાલો આવ્યા હોવા છતાં આ વિસ્તારમાં પીઆઇ દારૂના અડ્ડા સામે કેમ પગલાં ભરતા નથી એ અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. કાયદાનું પાલન કરાવતી પોલીસ જ દારૂના અડ્ડાને બંધ કરાવવામાં નિષ્ફળ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે