અમદાવાદ માં મીડિયા ની ચમક દમક ધરાવતી ઓફિસો રિયલ એસ્ટેટ સેક્ટર માં આવકવેરા વિભાગે રેડ કરતા રૂ.1000 કરોડના બિનહિસાબી વ્યવહાર દસ્તાવેજ મળ્યા હોવાનું કહેવાય છે.
ઈલેક્ટ્રોનિક, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા ગ્રુપના 20 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગના દરોડ પડ્યા હતા.
રૂ.1000 કરોડના બિનહિસાબી વ્યવહાર દસ્તાવેજ મળ્યા
IT વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરીને જાણકારી આપી છે કે, દરોડા દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ પૂરાવાઓ તથા કોમ્પ્યુટર અને પેનડ્રાઈવમાં રહેલા 1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળી આવ્યા હતા. ગ્રુપ દ્વારા 500 કરોડ TDR માં કેશમાં લીધાની, 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં તથા 150 કરોડ કેશ લોન પેટે લેવાયા હોવાની શંકા આવકવેરા વિભાગને છે. વિભાગ દ્વારા અલગ અલગ 14 બેંક લોકલ સીલ કરવામાં આવ્યા સાથે 2.70 કરોડ લાખના દાગીના પણ જપ્ત કરાયા છે.
નોંધનીય છે કે, ઇન્કમટેકસના 125 અધિકારીઓ અને 70થી 80 પોલીસ કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. આ ઉપરાંત અન્ય બે બ્રોકરને ત્યાં પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે,દિવાળી અગાઉ રેડ પડતા સબંધીતો ફફડી ઉઠ્યા છે.