અમદાવાદમાં આજે બુધવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
તા. 15 થી 21 જૂન સુધી પાંચ દિવસ ચાલનાર આ ટ્રાફીક ડ્રાઇવમાં અંડર એજ વાહન ચાલકો, ડાર્ક ફિલ્મ,
રોંગ સાઈડ અને HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ પહેલા પણ ગત તા.5 જૂનથી લઈ તા. 11 જૂન સુધી યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસે HSRP નંબર પ્લેટને લઈને ખાસ ઝુંબેશ ચલાવી હતી અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે આજથી શરૂ થયેલી ડ્રાઇવ દરમિયાન એક તરફ સ્કૂલો ચાલુ થતા અંડર એજ બાળકો વાહનો લઇને નીકળતા હોય તેઓને દંડ ભરવો પડી શકે છે.
ટ્રાફિક પોલીસ વિભાગે અંડરએજ વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરશે, જેમાં સગીર વાહનચાલક ટુવ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજાર જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર દંડ વસૂલ કરાશે.
ડાર્ક ફિલ્મ લગાવીને પહેલી વખત કાર ચલાવતા પકડાશે તો રૂ.500 અને બીજી વખત પકડાશે તો રૂ.1 હજાર દંડ વસૂલ કરાશે.
