અમદાવાદ માં કોરોના જબરદસ્ત ઉથલો મારી રહ્યો છે અને હવે તો તબીબો અને પોલીસ ને સંક્રમણ લાગવાનું શરૂ થતાં ચિંતા પ્રસરી છે હવે વાઈરસ સ્પ્રેડ થઈને ફ્રન્ટ લાઈન પર ફરજ બજાવતાં વોરિયર્સમાં પહોંચી ગયો છે. કોરોના વાઇરસના લક્ષણો ન જણાતા હોવા છતાં પણ કોરોના કેસ પોઝિટિવ આવી રહ્યાં છે. જેથી ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં પણ ચિંતા જન્મી છે. આજે સવારે અમદાવાદમાં 42 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ કર્મચારી, આરોગ્ય તંત્રના કર્મચારીઓ અને કોર્પોરેશનના અધિકારીનો સમાવેશ થાય છે.
અમદાવાદ ના મણિનગર એલજી હોસ્પિટલના બે ડોક્ટર તેમજ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ મહાનગરપાલિકાના બે કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશનના એપેડેમીક વિભાગના એક ઓપરેટરને કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને એપેડેમીક વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને નવરંગપુરા સ્પોર્ટ્સ કલબમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આમ હવે કોરોના ના સૈનિકો સામે કોરોના એ બાથ ભીડતા અન્ય પોઝીટીવ કેસો ને તપાસવા માટે વધુ ટિમ ની જરૂર ઉભી થઇ રહી છે જ્યાં સૌથી કોરોના પ્રભાવિત વિસ્તાર છે ત્યાં કોઈ નિયમો પાળવા ગંભીર નથી પરિણામે સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જઇ રહી છે.
