અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે અને નવા ૮૩ કેસ સાથે કુલ આંક 410 કેસ નોંધાયા છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જોધપુર,નવરંગપુરા ઉપરાંત થલતેજ અને બોડકદેવ વોર્ડમાં પચાસ ટકાથી પણ વધુ કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં હાલમાં કુલ ૨૭૦ એકિટવ કેસ છે,જ્યારે કુલ ૪૧૦ કેસ નોંધાવા પામ્યા છે.
જોધપુર વોર્ડમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે.ઉપરાંત નવરંગપુરા, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં પણ અનુક્રમે દસ-દસ કેસ નોંધાયા છે. બીજીતરફ અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે છેલ્લા ત્રણ દિવસથી આર.ટી.પી.સી.આર.અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.૯ જુને એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં એક પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.૧૦ જુને એસ.ટી.સ્ટેશન ખાતે ૧૬ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ૯૯ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ અને ૨૦ લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના ના કેસને લઈ લોકોને ભીડમાં જતા પહેલા માસ્ક વગરે નિયમોનું ફરી પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
