અમદાવાદમાં વધતા જતા કેસોને જોઈને સરકાર એક્શનમાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં હાલ 18 કેસ પોઝેટીવ છે અને ર ના મોત તી જવાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
આ સ્થિતિને ધ્યાનમાં લેતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્નારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેરના તમામ રીટેલ મોલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દૂધનું વેચાણ પણ બંધ રહેશે. શાકભાજીના રીટેલ વેપારીઓ પણ આવતીકાલથી બંધ રહેશે. આ તમામ વસ્તુઓની હોમ ડિલીવરી કરવામાં આવશે.