હવે લોકો માં તલવાર થી કેક કાપવા ના બનાવો વધી ગયા છે અને જ્યાં હોય ત્યાં આવા બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં 12 વાગ્યા બાદ લોકડાઉન લાગુ પડતું હોવાછતાં તલવાર થી કેક કાપવા જતા પોલીસે સાત જણા ને પકડી લોકઅપ માં પુરી દીધા હતા.
અમદાવાદના ગોમતીપુર સ્થિત ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે 6 માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ ઉર્ફે ભૂરા પરમાર નામના યુવકના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન કરણ ઉર્ફે ભુરાએ તલવાર વડે કેક કટ કરીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતાં જ તે વાયરલ થયો હતો.બીજી તરફ
શહેરમા કોરોનાને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવાથી વાયરલ થયેલા વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરીગોમતીપુરના કુંડાળાવાળી ચાલીમાં રહેતા કરણ ઉર્ફે ભુરા પરમાર સહિત પ્રદીપ લક્ષ્મણભાઈ સોલંકી, રાજદીપ ઉર્ફે રોબિન મહેશભાઈ સોલંકી, સહયોગ પરમાર, સાગર ઉર્ફે બટકો પરમાર, ધવલ કાપડીયા અને પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ સોલંકીને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.