દિવાળીના તહેવાર માં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે આ વર્ષે અમદાવાદમાં પણ દિવાળી બાદ શહેરીજનો પર દિવાળી ફીવર છવાઈ ગયો છે.અમદાવાદના અનેક રસ્તા અને બજારો સૂમસામ બન્યા છે.વેકેશનનો લાભ ઉઠાવી શહેરીજનો ફરવા ઉપડી ગયા છે જેના કારણે શહેરના મોટા ભાગના બજરો સૂમસામથઈ ગયા છે.દિવાળી અને બેસતાવર્ષ રજા પડતાજ અમદાવાદીઓ નો આનંદ નો પાર નથી રહ્યો
આમ તો અમદાવાદીઓ ખાવા-પીવા અને ફરવાના શોખીન તો હોય જ છે, પરંતુ આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષની રજા બાદ શનિવાર અને રવિવાર આવતા અમદવાદીઓનો આનંદ બમણો થઈ ગયો છે. અમદાવાદીઓ નિશ્ચિંત થઈનેલોકો ફરવા ચાલ્યા ગયા છે. જે રસ્તાઓમા અને બજારોમાં 4 દિવસ પહેલાજ લોકોની ભીડ ઉમટીહતી તે રસ્તાઓ આજે ખાલીખમ દેખાઈ રહ્યા છે.જે બજારોમાં લોકોની જે ભીડ જોવા મળતી હતી તે પણબે દિવસથી જોવા મળતી નથી. બજારો પણ સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યા છે. જે વેપારીઓએ દિવાળી ના મોડી રાત સુધીધધો કર્યો હતો, તેઓ હવે થાક ઉતારવામાટે ફરવા ચાલ્યા ગયા છે અને તહેવાર નો આનંદ મળવા ગયાછે આજ રસ્તા પર ચાર દિવસ પહેલા ભીડ અને ટ્રાફિકજામ દેખાતો હતો ત્યરે આજે આજ રસ્તા સુમસામ દેખાઈ રહ્યા છે
શહેરના કાલુપુરની ચોખા બજાર, કાપડનું મસ્કતી માર્કેટ, એમ્બ્રોડરીનું ટંકશાળ બજાર, રિલીફ રોડ પર આવેલ રતન પોળ, માણેકચોકમાં આવેલ બજાર, ગાંધી પૂલ પાસે આવેલું બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યા છે. 4 દિવસ અગાઉ આ તમામ બજારમાં લોકોની ખૂબ ભીડ જોવા મળતી હતી અને લાંબો ટ્રાફિક જામ દેખાતો હતો ત્યારે આજ બજારોમા કોઈ ચકલું પણ ફરકતું નથી .
ગયા વર્ષે કોરોના હોવાને કારણે લોકો રજાની મજા આંનદ માણી નહોતા શક્યા અને ઘરમાં ને ઘરમાંજ કંટાળી ગયા હતા,ત્યારે આ વર્ષે કોરોના ઓછો હોવાથી લોકોએ રાહત અનુભવી છે અને દોઢ વર્ષથી ઘરમાં બેઠેલા લોકો, તેમાંથી બહાર આવીને દિવાળીની રજામાં ફરવા માળવા નીકળી ગયાછે.
લાભપાંચમસુધી બજારો બંધ રહશે અમદાવાદના રોડ રસ્તા અને બજારો જ નહીં, પરંતુ અમદાવાદની ગલીઓ, પોળો અને સોસાયટીઓ પણ સુમસામ જોવા મળી રહી છે. જેથી કહી શકાય કે અમદાવાદીઓને દિવાળી ફીવર થયો છે જેના કારણે અમદાવાદ સુમસામ બન્યું છે. પરંતુ હવે મંગળવારે જ લાભ પાંચમ હોવાથી મોટાભાગના લોકોલાભપાંચમ પછી જ પરત ફરશે અને અમદાવાદમાં રાબેતા મુજબકામગીરી ચાલુ કરવામાં આવશે.