અમદાવાદમાં નકલી અધિકારી કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના વેપારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ કિરણ પટેલે કાશ્મીરમાં ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હોવાનો ખુલાસો થયો છે.
વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં MO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, લલિત હોટેલનું રૂમનું ભાડું સહિતનો ખર્ચ કરાવ્યો હોવાનું કહેવાયું છે. આ સાથે વોટ્સએપ પર PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી કિરણ પટેલ સામે કુલ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.