અમદાવાદ માં કોરોના ની ઝડપ વધી છે અને થોડી વ્યવસ્થા માં પણ અવરોધ આવી રહ્યા નું જણાઈ રહ્યું છે ત્યારે હવે તંત્ર વધુ કડક બન્યું છે અને માસ્ક નહિ પહેરનાર ને રૂ.2000 થી લઈ રૂ. 50,000 સુધીના દંડ નીં જોગવાઈ કરતા નિયમો તોડનારા સાવધાન ની ભૂમિકા માં આવી ગયા છે , અમદાવાદમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે.શહેરમાં કોરોના અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેમાં 2098નાસેમ્પલ લીધા હતા જે પૈકી 115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.હાલ સંક્રમણ રોકવા શાકભાજી વિક્રેતાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. પરંતુ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.કોઈપણ
ફેરિયાઓ માસ્ક વગર ધ્યાને આવશે મળશે તો ત્રણ મહિના સુધી લાયસન્સ પણ રદ કરવા સાથે આકરો દંડ કરવાના નો નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું કે શાકભાજીની લારીઓ અમુક અંતરે ઉભી રાખવા માટે એસ્ટેટ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે અને માસ્ક સાથે કડક નિયમો નું પાલન કરવાનું રહેશે તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે જેને ફોલો કરવાની રહેશે.
