અમદાવાદ જેવા કોરોના ના કેપિટલ સિટીમાં તબીબો, નર્સ,પોલીસ ,પત્રકાર અને ફ્રન્ટ વોરિયર કોરોના ના સકંજામાં આવી ચુક્યા છે ત્યારે કોરોના થી વધુ સંકમિત પોલીસકર્મીઓ થયા છે. ખાસ કરીને જે પોલીસફોર્સ બંદોબસ્તમાં છે એવા SRP, હોમગાર્ડ અને TRBના જવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આવા 97 જેટલા પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં 36 સ્થાનિક પોલીસકર્મીઓ અને 61 પોલીસફોર્સ, TRB અને હોમગાર્ડના જવાનો છે. 14 જેટલા પોલીસકર્મીઓ કોરોના ની ટ્રીટમેન્ટ લઈ સજા થઈ ઘરે પરત ફર્યા છે. સૌ પ્રથમ જે પોલીસકર્મી સંદીપ પરમાર જે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તેમજ દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કિસ્મતસિંહ રાઠોડ કોરોનાથી સ્વસ્થ થઇ પરત આવતા પોલીસ સ્ટેશનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
500 જેટલા પોલીસકર્મીના પરિવારજનો ક્વોરન્ટીનમાં છે. ક્વોરન્ટીનમાં રહેલા પોલીસ પરિવારો માટે ફોનમાં SOS સિસ્ટમ આપવામાં આવી છે. જેથી તેમને કોઈપણ જરૂરિયાત ઉભી થાય તો SOS એપની દ્વારા તેઓ મદદ મેળવી શકે છે.તેમ જાણવા મળ્યું છે કોરોના પ્રભાવિત વિસ્તારમાં ફરજ બજાવતા આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત બનતા તંત્ર માં પણ ચિંતા પેસી ગઈ છે પરંતુ બીજો કોઈ ઉપાય નહિ હોવાથી સૌ જંગ લડી રહ્યા છે.
