અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી આઈપીએલની પ્રથમ મેચ માટે ટિકિટો મળતી નથી કારણકે આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, જેથી 1.15 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતુ સ્ટેડિયમ હાઉસફુલ થઈ ચૂક્યું છે તેવે સમયે
IPL મેચની ટિકિટોના કાળા બજાર થતા રોકવા પોલીસ એકશનમાં આવી છે.
કારણ કે મેચના ટિકિટોનું વેચાણ શરૂ થાય ત્યારે કેટલાક તત્વો એક સાથેજ મોટાપાયે ટિકિટો ખરીદી લે છે અને ત્યારબાદ તેને ઊંચા ભાવે વેચાણ કરી રોકડી કરતા હોય છે આવા સમયે અમદાવાદમાં IPL મેચ દરમિયાન ટિકિટના કાળા બજાર રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જણાવાયુ છે કે જે પણ વ્યક્તિ IPL મેચની ટિકિટો ભાવ કરતાં વધુ કિંમતે વેચાણ કરતા મળી આવશે તો તેની સામે ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ 131 કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું આજથી 16 મે 2023 સુધી લાગુ રહેશે.