અમદાવાદમાં ટીઆરબી જવાનોના ત્રાસ અંગે સત્યડે દ્વારા અગાઉ અનેક અભિયાન ચલાવવામાં આવ્યા છે અને વાહન ચાલકોના અવાજને વાચા આપવાનું કામ કર્યું છે પણ અમદાવાદ
બ્રિજ નજીક આવેલી ટ્રાફિક ચોકીમાં પોલીસકર્મીઓ સવારથી નોકરીએ આવે છે અને પોતાની કામગીરી બતાવવા માટે TRB જવાનોને મેમો બુક આપીને ઊભા રાખવામાં આવે છે. પોલીસકર્મીઓ ચોકીમાં વધારે બેસે છે અને TRB જવાન હાથમાં પોલીસની જેમ મેમો લઇને ઊભા રહે છે જેમાંથી વાહન ચાલકોને રોકીને મસમોટો દંડ થશે તેવી ધમકી આપતા હોવાની બૂમ ઉઠવા પામી છે.
એક ચર્ચા મુજબ દંડ ના ભરનાર વાહનચાલકને ખાનગીમાં લઇ જઇને તોડ કરી સેટલમેન્ટ કરી દેવામાં આવે છે. જોકે, આ રસ્તેથી ક્યારેક કોઈ મોટા અધિકારી નીકળવાના હોય ત્યારે પોલીસકર્મીઓ પોતાની હાજરી બતાવવા બહાર ઊભા રહી જાય છે. ત્યારબાદ અંદર પરત જતા રહે છે.
જોકે, અમે તમને ફરી યાદ અપાવીએ કે આ ટીઆરબી વાળાઓને આવો કોઈ અધિકારજ નથી આવો જાણીએ આ ટીઆરબી જવાનોની ફરજ શુ હોય છે.
TRBનો અર્થ છે ટ્રાફિક બ્રિગેડ.
તેમની ઓળખ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ‘ટ્રાફિક વોર્ડન’ તરીકેની છે.
TRB જવાનને પોલીસ ન કહી શકાય પણ માત્ર ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવાય છે.
બીજું કે TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.
ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી. તેમનું કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
હવે તમને પ્રશ્ન થશે કે TRB જવાન વાહન ચાલકને અટકાવી શકે ખરા?
ના. તમામ કામગીરી ટ્રાફિક શાખાના કર્મચારી જ છે. TRB જવાન કોઇની અટકાયત ન કરી શકે.
વાહનચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માગી શકે. ચલણ આપવાની કે વાહનચાલકને અટકાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે.
TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ ક્યાં કરી શકાય?
TRB જવાનની ફરિયાદ દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય.
આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય છે.
આમ, એક લોકશાહી દેશમાં એક જાગૃત નાગરિક તરીકે તમને આ ખબર હોવી અનિવાર્ય છે.