કોરોના ની સ્થિતિ વચ્ચે આજે રવિવારે યુપીએસસીની પરીક્ષા યોજાશે, નવી દિલ્હીના યુનિયન પબ્લીક સર્વિસ કમિશન દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પ્રીલીમ પરીક્ષા-૨૦૨૦ આજે રવિવારે અમદાવાદના કુલ ૮૧ પેટા-કેન્દ્રો ખાતે યોજાનાર છે. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા યુપીએસસીની પરીક્ષા દરમિયાન કોવીડ-૧૯ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.
અમદાવાદના જુદા-જુદા કેન્દ્રોમાં યોજાનારી યુપીએસસીની પરીક્ષામાં અમદાવાદના સ્પીપામાંથી ૪૨૬ ઉમેદવારો ભાગ લેવાના છે. ઉમેદવારોએ દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા (પેપર-૧, ૦૮-૩૦ કલાકે, પેપર-૨ – ૧-૩૦ કલાકે) ખોલવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓએ સેન્ટર પર વહેલા પહોંચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રુમ કે હોલમાં તેમની નિર્ધારીત જગ્યાએ બેસવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ, પરીક્ષા સમયના ૧૦ મિનિટ પહેલા ( પેપર-૧, ૯-૩૦ કલાકે, પેપર-૨, ૨-૨૦ કલાકે) બંધ કરી દેવાશે.
તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફ્રજિયાત છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ-ડિવાઈસ – મોબાઈલ ફેન, લેપટોપ તેમ જ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકાશે નહીં. આમ કોરોના ની ગાઈડલાઈન ના પાલન સાથે પરીક્ષા યોજાશે અને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે
