યુવાધન ને બરબાદ કરતા હુક્કાબાર ઉપર સરકારે ભલે પ્રતિબંધ લગાવી દીધો હોય પરંતુ અમદાવાદ માં હજુપણ ગેરકાયદેસર હુક્કાબાર ધમધમી રહ્યા છે.
અમદાવાદમાં યુવાધનને બરબાદ કરતા હુક્કાબાર ચાલતા હોવાની ખબર પડતાં જ સત્યડે ન્યૂઝ ના રિપોર્ટર ની ટીમ રીયાલીટી ચેક કરવા અમદાવાદ ના એલિસબ્રિજ પોલીસ મથક ની હદ માં આવતા ‘ટી સીસ’ નામના હુક્કાબાર ઉપર પહોંચી હતી.
અહીં ફૂલ સિક્યોરિટી અને સીસી ટીવી કેમેરા લાગેલા હતા અહીં આવનાર દરેક કસ્ટમર ના આઇડી ચેક કરવામાં આવતા હતા અને દરેક ઉપર નજર નાખવામાં આવતી હતી અને હુક્કાબાર માં અનેક ફ્લેવર હાજર હતી,સત્યડે ના રિપોર્ટર આ જોઈ ચોંકી જાય છે અને ગુપ્ત કેમેરા થી શરૂ કરે છે સ્ટિંગ ઓપરેશન.
રાજ્ય માં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સૌથી વધુ લોકપ્રિય સત્યડે ના પત્રકારો એ જોયું તો અહીં કિવી સહિત ની ફ્લેવર માં હુક્કા પીવા અનેક ગ્રાહકો અહીં હાજર હતા અને ધુમાડા છોડી રહયા હતા.
ગુજરાત માં હુક્કાબાર ચલાવવા ઉપર પ્રતિબંધ હોવાછતાં અહીં ખુલ્લેઆમ હુક્કાબાર ચાલતો હતો જે કાયદા વિરુદ્ધ હોવાછતાં પોલીસ એક્શન નહિ લેતી હોવાનું અહીં સ્પષ્ટ થતું હતું.
સત્યડે ના સ્ટિંગ ઓપરેશન માં આ આખું હુક્કાબાર નું નેટવર્ક ઝડપાયું હતુ જેનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું કે
‘ટી સીસ* નામનું આ હુક્કાબાર ભાજપના જ વાસણા વોર્ડના કાર્યકર પથિક શાહ ની માલિકી નું છે અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં તે ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. અહીં અનેક યુવાધન ને હુક્કા નો નશો કરવા આવી રહયા છે.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશન થી ફક્ત 500 મીટર ના અંતરે ચાલતા હુક્કાબાર ઉપર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.રાજપૂત ના ચાર હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ હુકકાબર માં અગાઉ પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં પણ ભાજપના કહેવાતા નેતાઓની રહેમરાહે પથિક શાહ નામનો શખ્સ આ હુક્કાબાર ચલાવી રહ્યો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે.
સત્યડે ની ટીમે આ ગેરકાયદે ચાલતા હુકાબાર નો પર્દાફાશ કરી વાસ્તવિકતા બહાર લાવવાનું કાર્ય કર્યું છે ત્યારે પોલીસ ની કામગીરી ઉપર સવાલો ઉઠી રહયા છે.