એસજી હાઈવે પર ઇસ્કોનબ્રિજ પાસેથી મોડી રાતે પોલીસે દારૂ પીધેલી હાલતમાં યુવક યુવટીને ઝડપયા છે. વાહન ચેકીંગ દરમ્યાન કાર રોકી અને પૂછપરછ કરતા તેઓ દારૂ પીધેલા જણાયા હતા. વસ્ત્રાપુર પોલીસે બંનેની ધરપકડ કરી કાર કબ્જે કરી છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ રવિવારે મોડી રાતે એસજી હાઈવે પર ઇસ્કોનબ્રિજ પાસે ફરજ પર હાજર હતા ત્યારે એક સફેદ વર્ના કાર આવી હતી. પોલીસે કારચાલક પાસે લાયસન્સ માંગતા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. બાજુની સીટમાં બેઠેલી યુવતી પણ દારૂ પીધેલી હાલતમાં હતી. પોલીસે બંનેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેમના નામ મંથન લાલાણી (ઉ.વ.26, રહે. સુરસાગર ટાવર, ઘાટલોડિયા) અને પ્રગ્ના સચદેવ (ઉ.વ.32, રહે. વંદેમાતરમ હોમ્સ, ન્યુ રાણીપ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેના મેડિકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.