અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી ની અરજીની તપાસમાં આવેલ આરોપીને તેમના વકીલ સામેજ માર મારવામાં આવ્યો હોવાની ઘટના ભારે ચર્ચાનો વિષય બની હતી.
હાઇકોર્ટના એડવોકેટ સામે અસીલને માર મારવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
ક્રાઇમ બ્રાન્ચમાં એક છેતરપિંડીના કેસમાં હાઇકોર્ટે યુવકના નિવેદન સમયે વકીલને હાજર રહેવા આદેશ કર્યો હતો. જેથી મંગળવારે યુવક સાથે વકીલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા.આ દરમ્યાન વકીલનો મોબાઇલ ઓફિસની બહાર મૂકાવ્યો હતો અને અરજદારના નિવેદન વખતે વકીલ હાજર રહેતા તેઓની સાથેપણ બોલાચાલી કરવામાં આવતા મામલો ગરમાયો હતો.
આ દરમિયાન પીઆઇએ સ્ટાફને કહ્યુ કે, વકીલ વધારે ડાહ્યા થાય છે તેથી દરવાજો બંધ કરો સર્વિસ કરવી પડશે તેમ કહીને વકીલના અરજદારને ફટકાર્યો હોવાની વાત સામે આવી છે. જે બાદ પીઆઇએ વકીલ સાથે ધક્કામુક્કી કરતા વકીલે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો. જેના પગલે ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તેઓએ ઠપકો આપતા આખરે પીઆઇએ વકીલ અને તેના અરજદાર સાથે માંફી માંગીને સમાધાન કરી લીધું હોવાની વાતે પોલીસબેડામાંભારે ચર્ચા જગાવી છે.