અમદાવાદ માં એક પીઆઇ કક્ષા ના પોલીસ અધિકારી ને પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટીકાત્મક વીડિયો પોતાના મોબાઈલ ના વોટ્સએપ સ્ટેટસ ઉપર મુકવાનું ભારે પડ્યું છે અને આવું ટેટ્સ મુકનાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI જાસમીન રોઝિયાની તાત્કાલિક અસરથી પોલીસ કંટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી હતી.
PI રોઝિયાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં વડા પ્રધાનની ટીકા કરતો એક વીડિયો મૂક્યો હતો જે અંગેની પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગંભીર નોંધ લઈ પીઆઇ ની બદલી કરી નાખી હતી.
ક્રાઇમ બ્રાન્ચના PI જાસમીન રોઝિયાએ 29મી ડિસેમ્બર 2020ના રોજ તેમના વોટ્સએપના સ્ટેટસમાં વડાપ્રધાન મોદીનો આકરી ટીકા કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને લઈને ACP ડી.પી.ચૂડાસમાએ PI રોઝિયાને બોલાવીને બરબાદ ના ખખડાવ્યા હતા અને સ્ટેટસમાંથી વીડિયો ડિલીટ કરાવ્યો હતો. પરંતુ તે પહેલા તેમના સ્ટેટસવાળો વીડિયો અને સ્ક્રીન શોટ વાઇરલ થઈ ચૂક્યા હતા. PI રોઝિયાના વિવાદીત સ્ટેટસની નોંધ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી લેવામાં આવી હતી અને IPS અધિકારીઓ માં પણ આ બાબત ચર્ચાસ્પદ બની હતી.
