ગુજરાત રાજ્ય માં વરસાદી માહોલ જમ્યો છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદના આકાશ માં બપોર બાદ કાળા ડિબાંગ ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને ધોધમાર વરસાદ શરૂ થઈ જતા આહલાદક વાતાવરણ જામ્યું હતું. ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ માં વેજલપુર, જીવરાજપાર્ક, શિવરંજની, શ્યામલ, પાલડી, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ, નારોલ, ઈસનપુર, વટવા, ઘોડાસર, જશોદાનગર, રામોલ, CTM, ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, રખિયાલ, સરસપુર, ગોમતીપુર, બોપલ સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો પરિણામે રોડ પાણી થી તરબોળ બન્યા હતા.
ગાંધીનગર શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. સેક્ટર-11માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર શહેરના અનેક વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હોવાના અહેવાલ જાણવા મળી રહયા છે.
