અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની એ અમદાવાદ ના ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ના ફોટા ને પુષ્પાજલી અર્પિ હતી ત્યારબાદ પટાંગણમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી હળવી પળનો પણ આનંદ માણ્યો હતો. અદભૂત શાંતિનો અનુભવ કરાતા આશ્રમમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી વાર બેસી નિરાંતની પળ માણી હતી. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્ની નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પણ મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી ત્યારબાદ ગાંધીજી ના ત્રણ વાંદરા અંગે માહિતી મેળવી હતી
