અમદાવાદ થી કેવડિયા સી પ્લેન માંજવા માટે જ્યારે કામ ચાલતું હતું ત્યારે નાના અને મધ્યમ માણસો એવું વિચારતા હતા કે ટિકિટ ઓછી હશે તો બચત કરીને એકવાર વિમાન માં બેસવાની મજા લઈશું પણ હવે ટિકિટ ના દર નક્કી થઈ ચૂક્યા છે અને એક વ્યક્તિ ની રૂ. 4800 ટિકિટ નક્કી થતા સામાન્ય માણસ ને માત્ર નજારો જ જોવાનો વારો આવશે.
નોંધનીય છે કે કેન્દ્રની ઉડાન યોજના હેઠળ રિજનલ કનેક્ટવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતાં રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે. વધારામાં અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે. પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે.-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ પણ ઉડાન યોજના હેઠળ આવે છે. ત્યારે આટલું ભાડું હોવાથી સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થઇ શકે તેમ જણાતો નથી.
દેશના પ્રથમ સી-પ્લેન માટે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે પણ આ લાભ માત્ર પૈસાવાળા અને ફોરેનર ટુરિસ્ટ ને મળશે તેવી વાતો લોકો માં ચર્ચા નું કેન્દ્ર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર રોપવે નું ભાડું પણ સામાન્ય માણસો ને પોસાય તેવું નથી અને કેવડિયા માં પણ ટિકિટ ના ઊંચા દરો માત્ર સરકારી તિજોરી ભરવાનો ટાર્ગેટ હોય તેમ સામાન્ય જનતા ને ફાયદો મળી શકે તેમ ન હોવાનું લોકો માં ચર્ચાઓ ઉઠી છે.
