કોરોના માં માસ્ક વગર ફરતા લોકો ને પકડી ને તેની પાસે થી દંડ વસુલ કરવા અમદાવાદ પોલીસ સક્રિય બની છે,કારણ કે ઉપર થી રોજનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ માં જણાવાયુ છે, અમદાવાદના તમામ 67 પોલીસ સ્ટેશનને માસ્ક વગર જાહેરમાં ફરતા રોજના 80 લોકોને પકડી 80 હજારનો દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ અપાયો છે. આ અભિયાન ગતરોજ ગુરુવારથી શરૂ થઈ ગયુ છે. 67 પોલીસ સ્ટેશન રોજના 80 લોકોને પકડે તો 5360 કેસ અને પોલીસને રોજની 53.60 લાખ દંડની આવક થાય તેવી ગણતરી મુકાઈ રહી છે, જેથી પોલીસ દંડ વસૂલવા મજબુર બની છે.
અમદાવાદના 7 ઝોનના ડીસીપી તેમજ ટ્રાફિક સહિત 8 ડીસીપીએ ગુરુવારે સાંજે તેમના તાબા હેઠળના 67 પોલીસ સ્ટેશનના પીઆઈઓ સાથે મીટિંગ કરી હતી જેમાં પીઆઈને માસ્ક વગર ફરતા રોજના ઓછામાં ઓછા 80 લોકોને પકડીને તેમની પાસેથી રૂ.80 હજાર દંડ વસૂલ કરવા કડક આદેશ કરાયો છે.
પીઆઈઓએ પોલીસ સ્ટેશન જઈને નાકાબંધી પોઈન્ટ, સીપીઆર વાન તેમજ પેટ્રોલિંગ કરતી તમામ પોલીસને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને પકડીને રૂ.1-1 હજારનો દંડ વસૂલવા સૂચના આપી દીધી હતી. જો કે આ આદેશ પોલીસ કમિશનર તરફથી અપાયો હોવાનું ડીસીપીએ તમામ પીઆઈઓને જણાવ્યું હોવાનું કહેવાય છે.
આમ, છેલ્લા દિવસો માં પેટ્રોલ, ડીઝલ અને ટ્રાફિક માંથી સરકાર ની તિજોરી ને સારી એવી કમાણી થઈ હોવાનું લોકો માં ચર્ચાઈ રહયુ છે કેમકે 40 માં પડતું ડીઝલ,પેટ્રોલ 90 સુધી પહોચ્યું છે.
