અમદાવાદ ની લોકમાતા સાબરમતી નદીને ઉદ્યોગકારો એ પ્રદુષિત કરી નાખી હોવાનો ખુલાસો થયો છે અને તેનાથી જનજીવન પ્રભાવિત બની રહ્યુ છે જો લાગતા વળગતા આ મામલે કોઇ જલ્દી એક્શન નહિ લે તો સુપ્રીમ કોર્ટ માં મામલો લઈ જવાની પર્યાવરણ સુરક્ષા સમિતિ એ ચીમકી ઉચારી છે.
અમદાવાદ મહા નગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટીમાં જ્યાં સ્વચ્છ સાબરમતીની વાત કરી રહી છે ત્યારે પર્યવારણ સુરક્ષા સમિતિએ તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે નર્મદાના પાણી સાબરમતીમાં પ્રવેશે છે ત્યારે તેમાં પાણીમાં બીઓડી 16 મીગ્રા પ્રતિ લિટર, બીઓડી 0.7 મીગ્રા પ્રતિ લિટર અને ક્લોરાઇડ 54.9 મીગ્રા અને ટીડીએસ 912 મીગ્રા હોય છે. જોકે તે પાણી વાસણા બેરેજથી આગળ વધી મિરોલી ગામે પહોંચે ત્યારે તેમાં સીઓડી 184, બીઓડી 37.5 મીગ્રા, ક્લોરઇડ 489 અને ટીડીએસની માત્રા 1651 થઇ
જાય છે.
ઉદ્યોગો દ્વારા સાબરમતીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને લઈ આસપાસ ના ગામના રહીશોનું જીવન પ્રભાવિતબન્યું છે. પાણીનું ધારાધોરણ જાળવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ આપવા છતાં તેનું પાલન થતું નથી. ત્યારે પર્યાવરણ સુરક્ષા સમિતિના સુબોધ પરમાર, રોહિત પ્રજાપતિ સહિત અન્યોએ એવી માગ કરી છે કે, તત્કાલ આ બાબતે પગલા લેવામાં આવે.
જીપીસીબી અને મ્યુનિ.ના અધિકારીઓ સામે ફોજદારી સહિતના પગલાં લેવામાં આવે. જીપીસીબીના ધોરણોને નહી જાળવનાર ઉદ્યોગોને બંધ કરવામાં આવે. ભુગર્ભ જળની સ્થિતિ અને શાકભાજીને પણ તપાસ કરાય. જો યોગ્ય પગલાં નહી લેવાય તો સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ પિટિશન કરશે. આમ આ મામલો ગરમાયો છે અને તત્કાળ પગલાં ભરવા માંગ થઈ છે ,પર્યાવરણ નો ડાટ વાળી રહેલા ઉદ્યોગકારો સામે કોઈ પગલાં ભરાતા નથી પરિણામે જાહેર જીવન પ્રભાવિત બન્યું હોવાની સપાટી ઉપર આવી રહ્યું છે.
