અમદાવાદ માં એક સમય ના કુખ્યાત લતીફ ના સાવરીત રહી ચૂકેલો મોહમ્મદ ફાઇટર પેરોલ ઉપર છૂટ્યા બાદ ભાગી છૂટતા પાછો પોલીસે તેને પકડી જેલ માં પુરી દીધો છે, મોહમદ ફાઇટર લતીફ ગેંગ દ્વારા કરાયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ સહિત પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાહની હત્યામાં પણ સામેલ હોવાનું બહાર આવતા તેને આ કેસ માં આજીવન કારાવાસની સજા થઈ છે. આ ઇસમે વિવાદાસ્પદ ઢાંચા તૂટવાની ઘટના બાદ ફાટી નીકળેલા તોફાનો વખતે પણ અમદાવાદમાં રમખાણો માં મહત્વ ની ભૂમિકા ભજવી હતી.
દરમિયાન ફાઇટરને જેલમાંથી પેરોલ રજા મળી હતી, પરંતુ તે પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.
શહેર પોલીસે લતીફ સમયમાં દાદાગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે તે પછી નજીર વોરા હોય કે મોહમદ ફાઇટર હોય. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નજીર વોરાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
