અમદાવાદ જુહાપુરા ખાતે ના કુખ્યાત નઝીર વોરા ના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પોલીસ પાર્ટી સાથે ધસી ગયેલા મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ તોડી નાંખ્યું હતું આજે સવારે વેજલપુર પોલીસના બંદોબસ્ત સાથે ધસી ગયેલી મનપા ની ટીમે બાંધકામ તોડવાનું ચાલુ કર્યું હતું. આ અભિયાન માં ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુ જાતે હાજર રહી ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી શરૂ કરાવી હતી. નોંધનીય છે કે જુહાપુરા માં ગેરકાયદે બાંધકામ નો રાફડો ફાટ્યો છે અને અનેક ગેરકાયદે કોમ્પ્લેક્સ ઉભા કરી દેવામાં આવેલા છે. એક મહિના પહેલા ઝોન 7 DCP પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળ્યા બાદ વેજલપુર સરખેજ વિસ્તારમાં કૂખ્યાત હિસ્ટ્રીશીટર ગુનેગાર એવા નઝીર વોરાના ઘરે દરોડા પાડીને ટોરેન્ટ પાવરના અધિકારીઓને સાથે રાખી સમગ્ર વીજ કૌભાંડ ઝડપી પડ્યું હતું. વીજ કંપની દ્વારા આપવામાં આવેલા વીજ કનેકશનમાં પંક્ચર કરી અન્ય કેબલ મારફતે મોટાપાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને વેજલપુર પોલીસ અને UGVCL પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. વીજ કૌભાંડ બાદ હવે નઝીર વોરાના આખા કોમ્પલેક્ષ ના ગેરકાયદેસર બાંધકામો હઠાવવા નું ચાલુ કરવામાં આવ્યું છે. આ અભિયાન ને પગલે ફાટીને ધુમાડે ગયેલા તત્વો ની હવા નીકળવા માંડી છે.
