અમદાવાદ ના ચકચારી એસિડ એટેક પ્રકરણ ના ફરાર આરોપીઓ ચોટીલા થી ઝડપાયા હોવાની વિગતો જાણવા મળી છે.અમદાવાદ ના માધવપુરામાં આવેલા મહેંદીકુવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે ચાલતા ઝગડા માં નાના બાળકો અને મહિલા પર એસિડ એટેક જેવા ગંભીર ગુના માં નાસતા ફરતા આરોપીઓ ને ચોટીલા માંથી પોલીસે દબોચી લીધા છે
એસિડ હુમલા મા એક પાંચ અને આઠ વર્ષની બંને બાળકીના ચહેરા પર એસિડ ઉડતા તેઓના ચહેરા અને આંખ પર દાઝી ગઈ હતી. અન્ય એક બાળક અને તેની માતા પર પણ એસિડ ઉડતા તેઓ દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદના માધવપુરામાં લાખાજી કુંવરજીની ચાલીમાં એસિડ ફેંકવાના કેસમાં ફરાર આરોપીઓ ને ઝડપી લેવા અમદાવાદ પોલીસ મોબાઈલ લોકેશનથી ચોટીલા પહોંચ્યા હતા. ચોટીલા પોલીસે આણંદપુર રોડ પરથી ફિલ્મી ઢબે દબોચી લીધા બાદ બન્ને આરોપી અજય મોહન દંતાણી અને વિજય મોહન દંતાણી નો અમદાવાદ પોલીસે ચોટીલા પોલીસ પાસે થી કબ્જો લઈ અમદાવાદ આવવા નીકળી ગયા હોવાની માહિતી જાણવા મળી રહી છે.
