અમદાવાદ માં વેકશીન અભિયાન ને વેગ મળે તે માટે કોર્પોરેશન દ્વારા તેલ ના પાઉચ અપાયા બાદ વેકશીન લેનાર ને 70 હજાર નો આઈફોન આપવાની જાહેરાત કરી હતી જેમાં લકી ડ્રો મારફતે વિજેતાને આઈ ફોન આપવાની જાહેરાત થયા બાદ યોજાયેલા લકી ડ્રો માં બહેરામપુરાના ટેમ્પો ચાલક કિશન મકવાણા આઈફોનના વિજેતા બન્યા છે. લકી ડ્રોમાં કિશન મકવાણાનું નામ ખુલતા કોર્પોરેશન દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સંપર્ક કરાયો ત્યારે કિશનને આ કોઈ છેતરપીંડી માટેનો કોલ લાગ્યો હતો. અને આમ ફ્રોડ કોલ સમજીને કોલને સમજી નકારી દિધો હતો. જ્યારે કોર્પોરેશના કર્મચારીઓ કિશન મકવાણાના ઘરે જઈ વાસ્તવિકતા જણાવી ત્યારે તેમને આશ્ચર્યનો પાર ના રહ્યો. આખરે મેયર હસ્તે કિશન મકવાણાને 70 હજારની કિંમતનો આઈફોન આપવામાં આવ્યો હતો.
આમ વેકશીન લીધા બાદ ટેમ્પો ચાલક ના નસીબ ઉઘડી ગયા હતા અને 70 હજાર નો આઈ ફોન મળતા તેઓ રાજીના રેડ થઈ ગયા હતા.
6
/ 100
SEO સ્કોર