લોકડાઉન અને કોરોના ની સ્થિતિ બાદ અનેક લોકો ના આત્મહત્યા ના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે ત્યારે ભાવનગર નજીક આવેલ સિહોરના વતની અને અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતાં 26 વર્ષીય અશોકભાઇ નાથાભાઈ છેલણા નામના પોલીસ કર્મી એ વતન માં જઇ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પ્રકાશ માં આવ્યો છે અમદાવાદ ખાતે થી પોતાની ફરજ પરથી 3 દિવસની રજા પર સિહોર પોતાના ઘરે માતાપિતા અને ભાઈને મળવા અશોક ભાઈ તા.29.05.2020 રોજ સાંજે ઘરે આવ્યા હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરેથી નીકળી ગયા હતા. અને સિહોરના ડુંગર વિસ્તારમાં ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
અશોકભાઈના પરિવારમાં 3 ભાઈઓ છે. મોટાભાઈ અલગ રહે છે. અને અશોકભાઈ અને તેમનો અન્ય ભાઈ માતાપિતા સાથે રહે છે. સમગ્ર પરિવારના ગુજરાનની જવાબદારી અશોકભાઈ પર હતી. તે 3 વર્ષ પહેલાં જ પોલીસ માં જોડાયા હતા તેમની સગાઈ પણ થઈ ગઇ હતી અને તેઓનાં લગ્ન પણ લેવાના હતા પરંતુ લોકડાઉનને કારણે લગ્ન થોડા સમય માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. અશોકભાઈએ આપઘાત કરી લેતાં સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને માતાપિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આર્થિક નબળી પરિસ્થિતિમાં અશોકભાઈએ આપઘાત કરી લેતાં ઘર નો મોભી છીનવાયો છે, આ ઘટના અંગે સિહોર પોલીસે તપાસ શરૂ કરી છે. સિહોર પોલીસ દ્વારા મૃતક જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
