અમદાવાદ નવો વિવાદ ઊભો થતા તંત્ર દોડતું થઈ ગયું છે,હિન્દુ જાગરણ મંચ ના કાર્યકરો નો આક્ષેપ છે કે અમદાવાદ ના ઉસ્માનપુરા બગીચામાં ગેરકાયદે મજાર બાંધી દેવામાં આવી છે.
હિન્દુ જાગરણ મંચ દ્વારા આ મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને બગીચામાં વોક-વે પર મજાર બનાવી દેવાઈ હોવાની વાત ને લઈને મોટી સંખ્યામાં હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને આ મુદ્દે તેમણે મેયરને આવેદન પત્ર પણ આપી રજૂઆત કરતા મેયરે 7 દિવસમાં દરગાહ બાબતે કોઈપણ નિર્ણય લેવાની ખાતરી આપી છે.
જો કે, બીજી તરફ હિન્દુ જાગરણ મંચે ચીમકી ઉચ્ચારી છે કે, આગામી દિવસમાં દરગાહ હટાવવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
આ મુદ્દે હિન્દુ જાગરણ મચં દ્રારા થયેલા વિરોધ પ્રદર્શન ને લઈ ભારે હોબાળો મચી ગયો છે અને તંત્ર દ્વારા માત્ર મંદિરો ને ટાર્ગેટ કરાતો હોવા અંગે આક્ષેપો લાગતા તંત્ર દોડતું થઇ ગયું છે.
5
/ 100
SEO સ્કોર