આજકાલ લોકો ને મામૂ બનાવી કેવી રીતે પૈસા ઉભા કરવા તે જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને કાગળ ઉપર સ્કીમો બતાવી માર્કેટિંગ કરી લોકો ને બાટલા માં ઉતારી રૂપિયા પડાવી લઈ બાય બાય કરવાના કિસ્સા વધી ગયા છે ત્યારે બોપલ માં કઈક આવુજ થયું છે.
અમદાવાદ ના બોપલના મણીપુર ગામ માં મંગલમ ગ્રુપ દ્વારા ૨૦૦૬માં પ્રાર્થના ઉપવનના નામે જાહેર થયેલી પ્લોટીંગ સ્કીમ નો મુદ્દો ફરી એકવાર વિવાદ માં આવી હોવાની વાત છે.
આ સ્કીમમાં મોટી રકમ લઈને પ્લોટની ફળવણી કરી હોવાનું કહેવાય છે પરંતુ સાથે સાથે કેટલાક સભ્યો પ્લોટ જોવા પણ ગયા ન હતા દરમિયાનમાં બોપલ પોલીસ સ્ટેશનમાં પ્રાર્થના ઉપરની પ્લોટીંગ સ્કીમ્સના કરોડોના કૌભાંડના આક્ષેપ સાથેની એક અરજી કરવામાં આવી હોવાના અહેવાલો એ ચકચાર જગાવી છે જેમાં કર્ણાવતી ક્લબના વુમન સેલના ચેરપર્સન હેતા પટેલના નામ નો ઉલ્લેખ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.