જ્યાર થી આ કોરોના નામની બલા આવી ત્યાર થી દેશ ના વડાપ્રધાન મોદીજી ‘દો ગજની દૂરી’ ની શિખામણ આપી રહ્યા છે પણ તેને અનુસરે કોણ? ખુદ ભાજપ વાળા ને જ પાલન કરવું ગમતું નથી અગાઉ પણ સીઆર પાટીલે જાહેર માં વરઘોડા,રેલીઓ કરી મોદીજી ની આ શિખામણ નો ભંગ કરી લોકો ને બતાવ્યું હતું કે અમે કોરોના માં માનતા નથી ત્યારે અમદાવાદ ના મેયર બીજલ પટેલ શુકામ પાછળ રહે.
રવિવારે પાલડી વોર્ડમાં અલગ અલગ પાંચ જગ્યાએ યોજાયેલા ચૂંટણીલક્ષી પેવર બ્લોકના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ટોળાં ભેગા કરી 5 વખત સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી તેઓ પણ કાંઈ કમ નથી તે વાત સાબિત કરી દીધી છે.
આ કાર્યક્રમની જાહેરાત પાલડી ભાજપ પરિવારે કરી હતી જેમાં તમામ લોકોને માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહેવાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટર ડો. સુજય મહેતા પણ હાજર હતા અને તેમણે પણ નિયમનો ભંગ કર્યો હતો.
લોકો માં એવી કોમેન્ટ આવી રહી છે કે મેયર પોતે પાલન કરતાં નથી ને લોકોને શિખામણ આપે છે
નવાઈ ની વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે જન આંદોલન ના ભાગરુપે શરૂ કરેલ અભિયાન માં માસ્ક પહેરવા, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી ‘દો ગજની દૂરી’ રાખવા અંગે શનિવારે ટ્વિટ કર્યું હતું તેજ પોસ્ટ મેયરે રિ-ટ્વિટ કરી માત્ર સોશ્યલ મીડિયા થી સલાહ આપતા હતા પણ હકીકત કઈક અલગ જ નજરે પડતા લોકો માં ભારે ચર્ચાસ્પદ બન્યા હતા.
