અમદાવાદ સહિત રાજ્ય માં ઠેરઠેર દારૂ જુગાર ના અડ્ડાઓ ધમધમી રહયા છે અને સત્યડે ના પત્રકારો એ દરેક જગ્યા એ દેશી વિદેશી દારૂ નું સ્ટિંગ ચાલુ કરી દેતા વહીવટદારો અને બુટલેગરો ના ભરણ અંગે ની વાતો સામે આવી રહી છે તેવે સમયે રાજ્ય માં વિજીલન્સ ની ટીમ પણ બે દિવસ થી અચાનક છાપો મારતા દારૂ,જુગાર અને મટકા ના ધંધા નો પર્દાફાશ થઈ રહ્યો છે તેવે સમયે અમદાવાદમાં કુખ્યાત વધુ એક બુટલેગર ના અડ્ડા ઉપર રેડ પડતા ભોંયરા માં દારૂ મળી આવ્યો છે.
જુહાપુરા બરફની ફેક્ટરી પાસેના પ્રિન્સ ડુપ્લેક્ષમાં રહેતા સલીમબાનુ ઉર્ફે સમા મઝહર અબ્દુલભાઈ શેખ અને જુહાપુરા હુસેની પાર્કમાં રહેતી તેમની ભાણી અમનીકાબાનુ અને તેનો પતિ સલમાનખાન ઉર્ફે પીન્ટુ અબ્દુલ કયુમખાન પઠાણ દારૂનો ધંધા કરતા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેયે દારૂનો જથ્થો સંતાડી રાખવા માટે બરફની ફેકટરી ઝૈદ રો હાઉસની સામે આવલા છાપરાની બાજુમાં એક ગુપ્ત ભોંયરુ તૈયાર કરાવ્યુ છે.
સ્કૂટર પર દારૂની હેરફરે કરતો તેમનો માણસ આફતાબ ઉર્ફે આદીલ હુસનુદ્દીન શેખ(જાવેદ રો હાઉસ, જુહાપુરા)ઝડપાઈ જતા તેને સાથે રાખીને ભોંયરામાં તપાસ કરતા રૂ. 20,310 ની કિંમત નીદારૂની 79 બોટલ મળી આવી હતી,અહીં થી દારૂ મળીને કુલ રૂ. 85,310 ની કિંમતનો મુદ્દામાલ ઝડપાઇ જતા સબંધિતો દોડતા થઈ ગયા છે, સત્યડે માં અહેવાલો આવતા સામી ચૂંટણી એ ઈજ્જત નો ફાલૂદો થતો જોઈ વિજિલન્સ ની રેડ ચાલુ થઈ જતા હવે પોલીસ એક્શન માં આવી છે અને તેઓ એ પણ માલ પકડવાનું શરૂ કરતાં અમદાવાદ સહિત રાજ્ય માં હવે દારૂબંધી નો થોડા અંશે પણ અમલ થવાની શક્યતા જણાઈ રહી છે.