હાલ રાજ્ય માં કોરોના ની મહામારી ચાલી રહી છે તેમછતાં કેટલાક લોકો નિયમો નો ભંગ કરી રહ્યા છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં કોરોના ની ઐસી તૈસી કરીને મોટી સંખ્યામાં યુવાનો અહીં ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા જેઓ પૈકી કેટલાય યુવાનો એ માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ભીડ એકઠી કરી હતી. એકતરફ કેસો ઘટી રહ્યા છે ત્યારે લોકોએ પણ કોરોના પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. મોટી સંખ્યામાં ભેગા ન થવું અને માસ્ક પહેરવું જરૂરી પરંતુ લોકો આવી રીતે ભેગા થયા છે અને માસ્ક ન પહેરી કોરોના નું સંક્રમણ આવા લોકો જ ફેલાવી રહ્યા છે અને હાલ માં માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ હોવા છતાં આવા લોકો સુધરતા નથી અને અન્યો ની જિંદગી દાવ ઉપર લગાડી રહ્યા છે જે અંગે જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી પરિણામે નિયમો તોડનાર યુવાનો માં ભારે ભાગદોડ ના દ્રશ્યો સર્જાયા હતા.
